________________ તરતમાં આ સિદ્ધાંત ખોટો જણાય. પણ, સનાતન સત્ય જેવો આ સિદ્ધાંત છે. તેમાં લેશ પણ ફેરફાર નથી. વહેલું મોડું આ સિદ્ધાંતનું પરિણામ મળીને જ રહેશે. માટે, જો તમને કોઈ તરફથી ખરાબ વ્યવહારનો અનુભવ થાય તો સમજી રાખજો કે આ તમે જ ભરેલું પાણી એ વ્યક્તિ રૂપી ફુવારામાંથી ઉડ્યું છે ! તો પછી શા માટે તેના ઉપર ગુસ્સો કરવા દ્વારા ફરીથી ગટરનું પાણી ભરવું ? અનાદિ કાળથી આપણે સહુએ ગટરનું પાણી ભરવાની મૂર્ખામી કરી છે. તથા જ્યારે જ્યારે એ ફુવારામાંથી ગટરનું પાણી નીકળ્યું, ત્યારે ત્યારે એની ફરિયાદ પણ કરી છે. પરંતુ જો ફુવારામાં ગટરનું પાણી જ ભર્યું હોય તો ગંગાનું પાણી નીકળે કેવી રીતે ? પૂર્વેના ભવોમાં અને આ ભવમાં પણ પોતાનાથી નબળાની સાથે જો તમે દુર્વ્યવહાર જ કરતા આવ્યા હો તો તમારી સાથે કોઈ સારો વ્યવહાર કરે તેવી અપેક્ષા જ તમે કેવી રીતે રાખી શકો ? અત્યાર સુધીમાં જે વ્યવહાર કર્યા છે અને અત્યારે જે વ્યવહાર કરી રહ્યા છો તેવા જ વ્યવહાર તમને સામેની વ્યક્તિ તરફથી મળશે. એક વાર આખી દિનચર્યા તપાસી જાઓ. તમે દરેક વ્યક્તિની સાથે જેવો વ્યવહાર કરો છો તેવો જ વ્યવહાર તમારી સાથે થાય તો શું તે તમને ફાવશે ? પસંદ પડશે ? અત્યારે તમને રસ શેમાં ? સારો વ્યવહાર કરવામાં કે દુર્વ્યવહાર કરવામાં? તમે કેવા વ્યવહાર કરો છો ? બીજા પ્રત્યે નબળો વ્યવહાર નથી કરવો, નબળો અભિપ્રાય નથી બાંધવો - આવો કોઈ સંકલ્પ ખરો ? ક્યારેક પોતાનાથી નબળા માણસો સાથે પણ કરેલો નબળો વ્યવહાર ગમખ્વાર પરિણામ લાવી મૂકે છે ! ઉનાળાનો સમય હતો, દુકાળ જેવી પરિસ્થિતિ હતી. મ્યુનિસીપાલિટીના નળમાં માત્ર અડધો કલાક જ પાણી આવતું. પાણી ભરવા લાંબી લાઈનો લગાવવી પડતી. એક પોળમાં આ જ રીતે પાણી ભરવા માટે લાંબી લાઈન લાગી હતી. બધાં બહેનો પાણીના બેડા લઈ લઈનમાં ઉભા રહી રહીને અકળાઈ ઉઠ્યા હતા. ત્યાં જ મકાન માલકણ પોતાના બે મસમોટા ઘડા લઈ વચ્ચે આવી ગઈ અને પાણી 343