________________ નથી. કારણ કે કોઈના ચહેરા હસતા રહી શકતા નથી. આના મૂળમાં પણ વિચારશો તો જણાશે કે બીજાના ઉત્કર્ષને સહન ન કરી શકવાની વૃત્તિ જ કામ કરે છે. ઈષ્પદોષ મોઢાને હસતો રહેવા દેતો નથી. સતત બીજાના ઉત્કર્ષને જોઈ જોઈ બળી-ઝળી ગયેલું હૃદય પ્રસન્નતા શું માણી શકે ? અંદર ઈર્ષ્યા હશે તો ગુસ્સો આવ્યા વિના રહેશે નહીં. સંવત્સરી પર્વ નિમિત્તે બધા સાથે ક્ષમાપના કરવાની તૈયારી હોય છે. પણ જેણે આપણી સાથે દુર્વ્યવહાર કર્યો હોય, આપણને નુકસાન પહોંચાડ્યું હોય તેને ક્ષમા આપવા મન કેટલું તૈયાર થાય ? તેને કંઈક નુકસાન પહોંચે તો અંદરમાં મન રાજી કે નારાજ ? જો સંક્લિષ્ટ વિચારધારા જ આપણા હૃદયમાં વહેતી હોય તો પ્રસન્નતા શી રીતે મળે ? “માંદગી દ્વારા જેટલું નુકસાન થાય છે અથવા તો કોઈ પૈસા દબાવી જાય અને જેટલું નુકસાન થાય છે, તેના કરતાં કંઈ ગણું વધારે નુકસાન ગુસ્સો કરવા દ્વારા થાય છે. પ્રભુની આ વાત ઉપર વિશ્વાસ પ્રગટ્યો છે ખરો ? જો હા તો અવશ્ય સ્માઈલીંગ ફેસ તમે રાખી શકશો. હસતો ચહેરો તમે રાખશો તો કદાચ સામેવાળો તમને હેરાન જ નહીં કરી શકે. કદાચ તમારા પાપકર્મના ઉદયથી તમને હેરાન કરશે, તો પણ તમને તો લખલૂટ કર્મનિર્જરા જ છે. જો ફક્ત આ લોક ઉપર જ દૃષ્ટિ સ્થિર રાખી હશે તો કોઈનું અપમાન ગળવું અઘરું પડશે. પરંતુ, પરલોકને પણ નજર સમક્ષ રાખ્યો હશે તો કોઈના પણ દ્વારા થયેલું અપમાન તમે સહેલાઈથી ગળી શકશો. ' ક્રોધને કાઢી નાંખવા માટે સૌથી પહેલો ઉપાય આ જ અજમાવો. મોટું હસતું કરી દો ! પછી “શિવમસ્તુ સર્વનાત:' - આ ભાવનાને કેળવો. સમગ્ર જીવરાશિ સાથે મૈત્રીભાવ કેળવો. આપણને નુકસાન પહોંચાડનારનું તો સૌ પહેલું કલ્યાણ ઈચ્છવું જોઈએ. પ્રદેશ રાજા પોતાને મોતને ઘાટ ઉતારનાર સૂર્યકાંતા રાણીનું પણ કલ્યાણ ઈચ્છી રહ્યા હતા. આથી જ મરણાંત ઉપસર્ગ વચ્ચે પણ તેઓ સમતા ટકાવી શક્યા. બાકી સમતા વેરવિખેર થયા વિના રહેત નહીં! એક વાત યાદ રાખી લો કે ક્રોધ જ્યાં સુધી રવાના નહીં થાય 335