SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સબૂર ! હસવાનું ત્યારે છે કે જ્યારે કોઈ આપણું અપમાન કરી રહ્યું હોય. બીજાને રડાવીને કે બીજાને રડતા જોઈને હસવાનું નથી. એવો માણસ માણસ નથી, પણ દાનવ છે. એ તો માણસના ખોળિયામાં રહેલો શેતાન છે. રાત્રિના 12 વાગ્યે પોતાના પતિદેવને આમથી તેમ પડખા ફેરવતા જોઈ પત્નીએ પૂછ્યું - કેમ હજુ ઊંઘ નથી આવતી ? પતિએ જવાબ આપ્યો - “આપણી સામે રહેતા મગનભાઈને 10 લાખ રૂપિયા આપવાના બાકી છે માટે ઊંઘ નથી આવતી.' પત્ની ઊભી થઈ અને પોતાના મકાનની સામે જ રહેનારા મગનભાઈની બૂમ પાડી. “અલ્યા મગન ! એ મગન !" ઊંઘમાંથી ઊઠી હજુ એ કંઈ સમજે, ન સમજે ત્યાં તો પેલીએ રોકડું પરખાવ્યું - “મગન ! તારા 10 લાખ રૂપિયા આપવા નથી. તારાથી થાય તે કરી લે !' એટલું બોલી પત્ની ગેલેરીમાંથી બેડરૂમમાં આવી અને પતિને કીધું - ‘તમે શાંતિથી સૂઈ જાવ. હવે એ જાગશે.” આ રીતે બીજાને રડાવીને મળતી પ્રસન્નતાની અહીં કોઈ વાત નથી. અહીં તો ચાર ડિગ્રી તાવમાં પણ ચહેરાને પ્રફુલ્લિત રાખતી પ્રસન્નતાની વાત છે. સાધુ મહાત્માને ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં પૂછો - “સ્વામિ ! શાતા છે જી ?' એમના મોઢામાંથી પ્રસન્નતા સાથે એક જ જવાબ નીકળશે - ‘દેવ-ગુરુ-ધર્મપસાય !" તમારી માનેલી એક પણ સુખની સામગ્રી સાધુ ભગવંતો પાસે ન હોવા છતાં એમનો ચહેરો સદા માટે હસતો, ખીલતો, પ્રસન્ન જ હોય છે. જ્યારે તમારી માનેલી સુખની સામગ્રીઓના ઢગ વચ્ચે પણ તમારો ચહેરો રડમસ જ હોય છે ! લોચ કરાવતા-કરાવતા પણ, માથાના વાળ ખેંચાવતા પણ મહાત્માનો ચહેરો હસતો હોય છે. જ્યારે દેખીતું કશું જ દુઃખ ન હોવા છતાં તમારો ચહેરો અપ્રસન્ન જ હોય છે. આ વાત જ દેખાડે છે કે તમે ગેરમાર્ગે છો. તમે જે રસ્તે જઈ રહ્યા છો તે રસ્તે પૈસા - પ્રેસ્ટીજ... વગેરે બધું મળશે પણ સાચી પ્રસન્નતા નહીં મળે. 333
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy