________________ તો નક્કી કરી રાખો કે જ્યારે બગડેલી પરિસ્થિતિ સુધારવી તમારા દ્વારા શક્ય ન હોય ત્યારે મનઃસ્થિતિને તો તમે બગડવા નહીં જ દો. આટલું પણ જો નક્કી કરવામાં આવે તો સુખ-શાંતિ અને સમાધિ તમારા માટે હાથવગા છે. પ્રત્યેક ડગલે ને પગલે આ સમાધાનવૃત્તિ અપનાવી જો જો ! ઘરનું વાતાવરણ પ્રસન્નતાભર્યું થઈ જશે. દાળમાં મીઠું ઓછું આવે ત્યારે ધર્મપત્નીને શું એમ ન કહી શકાય કે - આવી દાળ પણ ક્યારેક ક્યારેક બનાવતી રહેજે. જેથી મને હાઈ બી.પી.ની તકલીફ ન થાય.” આવી રીતે મીઠા શબ્દોમાં વાત કરવામાં આવે તો વાતાવરણ કેવું પ્રસન્નતાભર્યું બની જાય ? ઘરના સભ્યોને એકબીજા સાથે હળવા-મળવાનું ગમે. ચામાં ક્યારેક ખાંડ નાખવાની રહી ગઈ હોય તો સમાધાનથી છલોછલ ભરેલા આવા શબ્દો શું ન બોલી શકાય કે - “આવી ચા પણ ક્યારેક ક્યારેક પિવડાવતી રહેજે. જેથી મને ડાયાબિટીસની તકલીફ ન થાય !" સમાધાન કરવાનું વલણ કેળવાય તો જ આ વાત શક્ય બને. કદાચ ઉનાળાના સમયમાં રાત્રે લાઈટ ચાલી જાય. પંખો બંધ થઈ જાય, ત્યારે ઉકળાટ કરવાના બદલે સમાધાનભર્યું એવું શું વિચારી ન શકાય કે - “સારું છે ! આ સરકારી કામદારો ક્યારેક ક્યારેક પંખા વિના સૂવાની ટેવ પાડી રહ્યા છે. જેથી “જો ને તો'ની ભાષામાં કદાચ કાલે ઉઠીને મને દીક્ષાના ભાવ જાગે અને કોઈ સદ્ગુરુ મારો હાથ ઝાલે તો વાંધો ન આવે !! જેવું વિચારશો તેવી પરિસ્થિતિ નિર્માણ પામશે. સારું વિચારશો તો સારી પરિસ્થિતિ પણ સર્જાશે. આટલો સંકલ્પ રાખો કે - કોઈ પણ પરિસ્થિતિ સર્જાય, મારે (1) નબળા વિચાર કરવા નથી. (2) નબળી વાણી ઉચ્ચારવી નથી. (3) નબળી પ્રવૃત્તિ કરવી નથી. મન, વચન અને કાયા - ત્રણેયની પ્રવૃત્તિ માત્રને માત્ર સમાધાન માટે જ રહેશે. 329