________________ તેમ ક્રોધની પ્રકૃતિને જ છોડી શકતા હો તો તો તે ઉત્તમ વિકલ્પ છે. તેના દ્વારા ગમે તેવા પ્રસંગોમાં પણ તમે પ્રસન્નતા જાળવી શકશો. પણ, જો ક્રોધની પ્રકૃતિ છૂટી શકતી ન જ હોય તો પછી ક્રોધના નિમિત્તોથી દૂર રહેવામાં જ સલામતી છે. કોલેરા ફાટી નીકળ્યો હોય ત્યારે જાતે જ પાણી ઉકાળીને પીવા લાગો છો. મ્યુનિસીપાલિટી દ્વારા કરાતી બધી જાહેરાતોને અક્ષરશઃ પાળો છો. તેવી રીતે જ્યારે ક્રોધનો કોલેરા ફાટી નીકળ્યો હોય ત્યારે અત્યાર સુધી દર્શાવેલી પોલિસીઓ અપનાવવા દ્વારા જાતની સલામતી સૌ પ્રથમ કરવી જ રહી ! તેમાં પણ આ પોલિસી એટલું જ કહે છે કે ક્રોધના નિમિત્તોથી દૂર ભાગો. કદાચ ક્રોધ કરવાની તમારી પ્રકૃતિને હમણાં ભલે તમે ન છોડી શકો, તેના દુનિમિત્તોથી દૂર તો તાત્કાલિક થતા જાઓ.. પછી પોતાની જાતે જ ક્રોધ નબળો પડી જશે. મુંબઈમાં રહેતા એક ભાઈએ આ પોલિસીને બહુ સારી રીતે અપનાવી છે. પત્નીનો સ્વભાવ કર્મસંયોગે વિચિત્ર કહી શકાય તેવો. વારેવારે ચડભડ કર્યે રાખે. એની વાત સાંભળે અને પોતાનાથી દલીલ થઈ જાય તો વાતનું વતેસર થાય. માટે, એ ભાઈએ ટ્રીક કરી. જેવી પત્ની કશું પણ ગુસ્સામાં બોલવાનું શરૂ કરે કે તરત જ ઘરની બહાર નીકળી દેરાસરમાં પહોંચી જાય. ત્યાં કલાક-સવા કલાક પ્રભુભક્તિ કરી પછી જ ઘરમાં આવે. એટલે ઘરનું તંગદિલીભર્યું વાતાવરણ શમી ગયું હોય. એમણે નક્કી કરી દીધું કે તંગદિલીભર્યા વાતાવરણમાં રહેવું નથી. કારણ કે પોતે સમજે છે કે “મારો સ્વભાવ ક્રોધનો છે. જો તંગદિલીભર્યા વાતાવરણમાં રહું તો ક્રોધ કર્યા વિના રહી ન શકું.' આથી, જ્યારે જ્યારે પણ ઘરમાં વાતાવરણ તંગદિલીભર્યું થાય કે તરત જ ઘરમાંથી રવાના થાય. પત્ની જો ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી રાખે તો પોતે બેડરૂમમાં ઘૂસી જાય. એક અક્ષર પોતે બોલે નહીં. એક અક્ષર પણ સંભળાઈ ન જાય તેની પૂરેપૂરી તકેદારી રાખતા. 320