SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈ તમારી અને ભગવાનની વચ્ચોવચ આવીને ઉભો રહી જાય ત્યારે મોઢામાંથી કડવા શબ્દો કાઢવાના બદલે પ્રેમભર્યા શબ્દો ન બોલી શકો? કે - “ઓ વડીલ ! ઓ ભાગ્યશાળી ! સહેજ સાઈડમાં આવશો?” તમારા મીઠા અને હળવા શબ્દો વાતાવરણને હળવું રાખશે. બાકી કડવા વખ જેવા શબ્દો વાતાવરણને પણ ડહોળી નાંખશે. દેરાસર જેવી પવિત્ર જગ્યાનું વાતાવરણ પણ ક્ષુબ્ધ થઈ જશે. - - કડવા શબ્દોથી તમારી પોતાની આરાધનાઓ પણ બગડી જશે. કડવા શબ્દો ઉચ્ચાર્યા પછી કોઈ પણ આરાધનામાં ચિત્ત તલ્લીન નહીં થઈ શકે. મન + તન + કૌટુંબિક સ્નેહ + આરાધના. આ બધાનો કચ્ચરઘાણ નીકળી જાય છે. જો એક પણ પૈસાનો ખર્ચ કર્યા વિના માત્ર મીઠા શબ્દો બોલવાથી જ બધું સુધરી જતું હોય તો શા માટે મીઠા શબ્દો ન બોલવા ? આવી સુગર ફેક્ટરી ખોલવા માટે કશું ઈન્વેસ્ટમેન્ટ કરવાની તમારે જરૂરત નથી. અને પ્રસન્નતા, સ્વસ્થતા આ બધું તો મળવાનું જ છે ! તો પછી શા માટે આ સુગર ફેક્ટરી ખોલવામાં વિલંબ કરવો ? પેટ્રોલપંપ જેવી જગ્યાએ સામાન્યથી “અહીં ધૂમ્રપાન નિષિદ્ધ છે' - આ મતલબના લખાણો જોવા મળતા. પણ, એક જગ્યાએ મેં જુદા પ્રકારનું જ લખાણ જોયું. તેમાં લખ્યું હતું - “આ દેશને, સમાજને અને આપના પરિવારને આપની અત્યંત જરૂરિયાત છે. માટે કૃપા કરીને અહીં ધૂમ્રપાન કરશો નહીં !" કેવું વાત્સલ્યભર્યું લખાણ ! કોઈકને આ લખાણ વાંચી જાવજીવ માટે ધૂમ્રપાન છોડવાનું મન પણ થઈ જાય. દરેક લખાણમાં સારા શબ્દો ગોઠવશો તો તેની અસર પણ એવી જાદુઈ જ થશે. એક દુકાન ઉપર “રવિવારે રજા રહેશે' - આવા પ્રકારના શુષ્ક વાક્યોની જગ્યાએ એક સરસ મજાનું વાક્ય લખ્યું હતું - “જો આજે રવિવાર હશે તો અમે દિલગીર છીએ કે અમે આપની સેવા નહીં કરી શકીએ.' કદાચ મન સુધરેલું નહીં હોય છતાં મીઠા શબ્દોનો પ્રયોગ કરશો તો એટલું તો સ્પષ્ટ જણાઈ જ આવશે કે તમારી મનને સુધારવાની 314
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy