________________ કે પરમાત્મા ઉપર આપત્તિઓની વણઝાર વરસી. કારણ કે પ્રભુનું કેવલજ્ઞાન નજીક આવી રહ્યું હતું. જેમ જેમ ઉપસર્ગ વરસતા ગયા, સહતા ગયા તેમ તેમ કેવલજ્ઞાન નજીક આવતું ગયું.” પતિના આ ઉદાત્ત વિચારો સાંભળી પત્ની અહોભાવથી મૂકી ગઈ. તકલીફ વખતે જો આવો ભાવ જાગે તો તકલીફ આપનાર વ્યક્તિ પ્રત્યે ક્યારે ય દ્વેષ પ્રકટી શકે નહીં. વલણમાં અને અભિગમમાં પણ આ જ વાત ઘૂંટતા જઈએ કે - “જે થાય તે સારા માટે !તો નાની નાની બાબતોમાં તો તમે સંક્લેશમાંથી બચી જ શકશો. કોઈકે તમારા રૂ. 5000 દબાવી દીધા તો શું તે વખતે આમ ન વિચારી શકાય કે - “સારું થયું, મારું દેવું ચૂકતે થઈ ગયું. ગયા ભવમાં મેં એના રૂપિયા દબાવ્યા હશે તે આ ભવમાં એણે મારી પાસેથી રૂા.૫૦૦૦ લઈ લીધા. જો આ ભવમાં દેવું આ રીતે ચૂકતે ન કર્યું હોત તો આ લેણું પતાવ્યા વિના મારો મોક્ષ શી રીતે થાત ? આવતા ભવમાં મહાવિદેહમાં જનમવાનું સૌભાગ્ય મળે ને એ વખતે આ દેવું બાકી જ હોય તો મોક્ષ અટકી જ જાય ને ? કોઈનું દેવું પતાવ્યા વિના મોક્ષ શી રીતે મળી શકવાનો? પરિણામે મહાવિદેહમાં જનમ મળી જવા છતાં, મોક્ષ પ્રાપ્ત કરવાની તમામ સામગ્રી હાજર હોવા છતાં, તે બધું એળે જ જાય ને ! કેટલા મોટા નુકસાનમાંથી હું બચી ગયો ? સારું થયું એણે મારા રૂા. 5000 દબાવી દીધા.” શું આવી વિચારધારા અપનાવી શકશો ? આ પોલિસી દ્વારા આ જ કરવાનું છે. કોઈ રૂા. 5000 દબાવે કે ભરસભામાં અપમાન કરે - બધું જ સારા માટે છે.” હા ! કોઈ તમારું અપમાન કરે તે પણ તમારા સારા માટે જ છે. કારણ કે જ્યાં સુધી અપમાનના બજારમાં પ્રવેશ ન કરીએ ત્યાં સુધી નમ્રતા પ્રગટે નહીં, અહં જાય નહીં. જ્યાં સુધી અહં ન જાય ત્યાં સુધી આ પ્રગટે નહીં. અપમાન વિના અહં તો જવાનો નથી. આમ, અપમાન કરનાર તમારામાં અહંને પ્રગટ કરાવી આપનાર છે. આવો અભિગમ પ્રગટે તો સમજવું કે મોક્ષ હાથવેંતમાં છે. વ્યાવહારિક રીતે તમે ભલે મૂર્ખમાં ખપો. પણ, 296