________________ ઓછે વત્તે અંશે આ જ હાલત લગભગ દરેકની છે. જો સામેવાળો તમારાથી વધુ સબળો નીકળે ત્યારે તો તમે સહન કરી જ લો છો. તો પછી ભલે ને સામેવાળો નબળો હોય. પણ, તમારા ક્ષમાગુણની કમાણી માટે તે સહન ન કરી શકો ? ચાલતા-ચાલતા કોઈ વ્યક્તિ તમને અથડાઈ પડી. સ્વાભાવિક છે કે તમને ગુસ્સો આવવાનો. પણ, જો ‘એ કમિશ્નર છે' - તેવું ખ્યાલમાં આવે તો ? જો તે કોઈ આલતુ-ફાલતુ માણસ હશે તો ગુસ્સો આવ્યા વિના નહીં રહે. પણ, કમિશ્નર સાહેબને જોતાં જ તમારો ગુસ્સો વરાળની જેમ ઉડી જશે. મતલબ કે ઘણા પ્રસંગોને તમે ‘લેટ ગો કરી જ જાણો છો. પણ, તે વિવશતાથી. હવે ખુમારીથી આવા પ્રસંગોને “લેટ ગો' કરવું છે. તો જીવનમાં કંઈક કલ્યાણ થશે. કોઈ પ૦૦ રૂપિયા જેવી મામૂલી રકમ દબાવી દે તો તે જતી કરવી છે. "500 રૂપિયા માટે સંલેશ કરી શું મારે મારી દુર્ગતિ વધારવી છે ? પરભવ બગાડવો છે ? એટલી રકમને જતી કરવી. પણ ગુસ્સો તો ન જ શોભે. જો આવી સમ્યક સમજણ હશે તો જ લેટ ગો કરવાની વૃત્તિ પ્રગટશે અને તમે લેટ ગો કરી શકશો. આ પ્રકારની સમજણ આત્મસાત્ કરી લેવી જોઈએ. ટૂંકમાં, આ ‘લેટ ગો પોલિસી એટલું જ કહે છે કે - બીજાની નાની નાની ભૂલોને જતી કરતા શીખો. તો કંઈક મહાન થઈ શકશો. મહાન માણસો ક્યારેય નાની બાબતોમાં સુલકતા ન પ્રગટાવે. Great conqueror never fights on small issues. ચલો ! આ લેટ ગો પોલિસી અપનાવવા દ્વારા બીજાના ક્રોધને લેટ ગો કરી દઈએ ! ર૭૭