________________ મગજમાં ઠંડકનું નિર્માણ કરવું અઘરું છે. પણ અશક્ય નથી. જો લક્ષ્યપૂર્વક સતત, સખત અને સરસ પુરુષાર્થ કરવામાં આવે તો ચોક્કસ મગજમાં ઠંડકનું નિર્માણ થઈ શકશે. આપણો મૂળભૂત સ્વભાવ તો પરમ શીતળ છે. આપણો સ્વભાવ ગરમીનો નથી, ઠંડકનો છે. માત્ર આપણે આપણા આ સ્વભાવને પ્રગટ કરવાનો છે. એ માટે રોજ ! આત્મસ્વરૂપનું ચિંતવન કરવું કે “મારો સ્વભાવ પરમ શીતળતાનો છે. હું શાશ્વત શાંતિધામ છું. ક્રોધ મારું સ્વરૂપ નથી. હું તો હિમાલય જેવો ઠંડો છું. મારા સાંનિધ્યમાં આવનારા પ્રત્યેક જીવને પરમ શીતળતાનો અનુભવ થવો જોઈએ. તે માટે મારે મારા આ મૂળભૂત સ્વભાવને જલ્દીથી પ્રગટ કરવો છે.” આ પ્રકારે સતત આત્મસ્વરૂપનું અનુસંધાન કરવાથી ધીરે-ધીરે ક્રોધ રવાના થશે. મગજમાં પરમ શીતળતા છવાઈ જશે. એની અનેરી પ્રસન્નતાથી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. બાહ્ય ખરાબમાં ખરાબ વર સંયોગોમાં પણ તમારી પ્રસન્નતા અકબંધ જળવાઈ રહેશે. કટોકટીની સ્થિતિમાં તમે આકુળ-વ્યાકુળ થવાના બદલે ઉકેલને શોધી શકશો.' પાર્શ્વનાથ પ્રભુને મરણાંત ઉપસર્ગમાં પણ કમઠ પ્રત્યે લેશ પણ રોષ પ્રગટ્યો નથી. નાક સુધી પાણી આવી જવા છતાં ય ક્રોધની એક ચિનગારી પણ પ્રગટી નહીં. કારણ કે મગજમાં આઈસ ફેક્ટરી ધમધોકાર ચાલતી હતી. મગજમાં ટાટાની ભઠ્ઠી લઈને ફરનારો માણસ કદાપિ શાંતિને, સમાધિને કે સફળતાને પ્રાપ્ત કરી શકતો નથી. જીવનમાં મળેલી પારાવાર નિષ્ફળતાઓ પાછળનું કારણ જો વિચારશો તો અનેક કારણોની સાથે સાથે મગજમાં ખોલેલી ટાટાની ભઠ્ઠી પણ અનિવાર્ય રીતે નજર સમક્ષ આવશે. ટાટાની ભઠ્ઠી જેમ લોખંડને પીગાળી નાંખે છે, તેમ મગજમાં ખોલેલી ટાટાની ભઠ્ઠી ભલભલા નક્કર એવા પુણ્યને પણ જોતજોતામાં પીગાળી નાખે છે. ટાટાની ભઠ્ઠીના સાંનિધ્યમાં આવનારો માણસ જેમ ઉકળાટનો જ અનુભવ કરે છે તેમ મગજમાં ટાટાની ભઠ્ઠી જો ખોલી હશે તો તમારા સાંનિધ્યમાં આવનારો માણસ અકળાઈ ગયા વિના રહેશે ર૭ર