________________ ભગવન્! શા માટે મને યાદ કરી ?' આચાર્ય મહારાજે જવાબ વાળ્યો - “વ્રતપાલનમાં સહાયક થવા માટે', “શી અડચણ પડી ?', ‘કુમારપાળ રાજાને ચાતુર્માસ દરમ્યાન પાટણ બહાર ન જવાનો અભિગ્રહ છે. અને આ પ્રતિજ્ઞાનો ગેરફાયદો લેવા માટે ગિઝનીનો બાદશાહ યુદ્ધ માટે આવ્યો છે.” શાસનદેવીએ કીધું - “હું હમણાં જ આવી. અને પલવારમાં શાસનદેવીએ ગિઝનીના બાદશાહને તેના પલંગ સાથે ઊંચકી આચાર્ય મહારાજની સામે રજૂ કરી દીધો. કુમારપાળ પોતાની સામે જ ગિઝનીના બાદશાહને જોઈ ચમકી ગયો. આચાર્ય મહારાજના આ પુણ્યપ્રભાવને મનોમન એ વંદી રહ્યો. ગિઝનીનો બાદશાહ પણ કંઈક જુદું જ વાતાવરણ અનુભવમાં આવતા જાગી ગયો. પોતાની સૈન્યની છાવણીની જગ્યાએ કોઈક બીજી જ જગ્યાનો આભાસ થતાં જ એ સફાળો બેઠો થઈ ગયો. ધ્યાનથી આજુબાજુ જોતા જ એ આશ્ચર્યચકિત થઈ ગયો. પોતાને કુમારપાળ રાજાની બાજુમાં જ જોઈને એ હબક ખાઈ ગયો. પોતાનું જીવન તેને સંકેલાતું લાગ્યું. પોતાની બધી ઈચ્છાઓ પર પાણી ફરતું લાગ્યું. જો કે આ બધાં વિચારો કરતાં તો એને એ જ વિચાર વધુ સતાવી રહ્યો હતો કે - “હું અહીં આવી કેવી રીતે ગયો ? પાટણની બહાર મારી છાવણી હતી.” જ્યારે કુમારપાળ રાજાની બાજુમાં જ એક ઓલિયા પુરુષને બેઠેલા જોયા, તેમના મુખ ઉપર વિલસતું અપૂર્વ તેજ જોયું, ત્યારે તેને પ્રતીતિ થઈ ગઈ કે નક્કી આ ફકીરે જ મને અહીં ઉપાડીને મૂકી દીધો છે. આવી અલોકિક શક્તિ જોઈને એ તાજુબ થઈ ગયો. ખૂંખાર એવો આ બાદશાહ ગરીબડી ગાય જેવો થઈ ગયો. તરત જ એ આચાર્ય મહારાજના અને કુમારપાળના ચરણોમાં પડી જાય છે. વગર કહ્યું તે બધું જ સમજી જાય છે. પણ, ખરી વાત તો હવે આવે છે. જ્યારે ગિઝનીનો બાદશાહ આ રીતે બંધનઅવસ્થામાં આવી પડ્યો હોય ત્યારે તેને છોડી મૂકવો એ કદાચ રાજનીતિથી વિરુદ્ધ હતું. એને તત્કાલ બંધનમાં લઈ લેવો એ જ રાજનીતિનું કહેવું હતું. રાજનીતિ તોપમાં 250