________________ થઈ છે. એટલું તો તમે માનો જ છો કે - જે શાંતિ-સમાધિમાં વધારો કરે તે વધુ તાકાતવાન. જે શાંતિ-સમાધિમાં ઘટાડો કરે તે નિર્બળ ! હવે એક પ્રયોગ કરી જુઓ. એક દિવસ ક્ષમાને અજમાવી જુઓ. ધીરે ધીરે 15 દિવસ - 20 દિવસ ક્ષમાને = સંપૂર્ણ ક્ષમાને અજમાવી જુઓ. પછી જુઓ કે અત્યાર સુધી ક્રોધને અપનાવવાને કારણે સતત ઘટી રહેલ શાંતિ-સમાધિમાં વધારો નોંધાયો કે નહીં ? રીઝલ્ટ 100% પોઝિટીવ મળશે. મતલબ કે વધારો ચોક્કસ થશે જ. આ જ વાત સાબિત કરે છે કે તાકાત ક્ષમાની વધારે છે, ક્રોધની નહીં. કુમારપાળ રાજાને પ્રતિજ્ઞા હતી કે ચોમાસા દરમ્યાન પાટણની બહાર ન જવું. પાટણની બહારના તમામ દેશોમાં સુચારુ વ્યવસ્થા ચાલુ રહે તે માટે પ્રદેશપતિઓ નીમી જ દીધેલા હતા. આ વાતના સમાચાર ગિઝનીના બાદશાહને મળ્યા. એણે નક્કી કર્યું કે “ચોમાસામાં જ કુમારપાળ રાજાના પાટણ ઉપર આક્રમણ કરવું. પોતાની પ્રતિજ્ઞાને તો એ ભાંગી નહીં શકે. માટે આ જ સમય યુદ્ધ માટે બરાબર છે.” એમ વિચારી ગિઝનીનો બાદશાહ યુદ્ધ માટે ગુજરાતમાં આવી પહોંચ્યો. પાટણના લોકો આ સમાચારથી ચિંતામાં આવી ગયા. સહુને કુમારપાળ રાજાની પ્રતિજ્ઞા ખ્યાલમાં હતી. જેમ જેમ બાદશાહ નજીક આવી રહ્યો હતો, તેમ તેમ પાટણમાં ખળભળાટ વધતો હતો. છેવટે તેણે પાટણને ઘેરો ઘાલ્યો. કુમારપાળ રાજા પણ ચિંતામાં પડ્યા. એક બાજુ પ્રતિજ્ઞાધર્મ હતો, બીજી બાજુ રાજધર્મ હતો. બાદશાહના સમાચાર બધે ભય ફેલાવી રહ્યા હતા. જો કોઈ તત્કાલ પગલું લેવામાં ન આવે તો ભારે અરાજકતા ફેલાય તેમ હતું. આથી કુમારપાળ રાજા પૂ. હેમચંદ્રસૂરિ મહારાજને મળે છે. હેમચંદ્રસૂરિ મહારાજના કાને પણ આ વાત આવી હતી. એમણે કુમારપાળ રાજાને આશ્વાસન આપ્યું અને પ્રતિજ્ઞામાં મજબૂત રહેવા કહ્યું. એ જ દિવસે રાતે હેમચંદ્રસૂરિ મહારાજે જાપમાં પ્રણિધાન મૂક્યું. શાસનદેવી હાજર થયા. પહેલેથી વાત થયા મુજબ કુમારપાળ રાજા પણ બાજુમાં જ હતા. શાસનદેવીએ પૂછ્યું - 249