________________ સંતને માર પડવા માંડ્યો. સવારનો સમય હતો. માટે કોઈ ભગત પણ બચાવવા આવી શકે તેમ ન હતો. સંતે મનોમન દેવને યાદ કર્યો. પરંતુ ન તો દેવ આવ્યો કે ન તો કોઈ દેવની અદશ્ય સહાય મળી. દેવની સહાયનો જે નશો ચઢ્યો હતો તે પળવારમાં ઉતરી ગયો. ચંડાલ માર મારી રહ્યો છે. માર ખાઈ ખાઈને સંત અધમૂઆ થઈ ગયા. અંતે ચંડાલ સંતને અધમૂઆ કરી ચાલ્યો ગયો. સંત પણ પાછા મઠમાં આવ્યા. જાતે પાટાપિંડી કરી. ભારે કળતર થઈ રહ્યું હતું. પણ, હવે નશો ઉતરી ગયો હતો. ધીરે-ધીરે સંત પોતાના અસલી રૂપમાં આવી રહ્યા હતા. - પશ્ચાત્તાપના ભાવ સાથે સંત પાછા ભજનમાં લાગી ગયા. થોડી વાર થઈ ના થઈ, ત્યાં તો પાછો એ જ દેવ પ્રગટ થયો, કહ્યું - “સાહેબ ! મારા લાયક કંઈ કામ હોય તો જણાવો” સંત કંઈક રોષમાં બોલ્યા - “અલ્યા ! મેં તને યાદ કર્યો, ત્યારે કેમ ન આવ્યો ? જો'તો નથી. આ મારી હાલત કેવી થઈ ગઈ છે ?" “સાહેબ ! હું તો આવ્યો જ હતો. તે વખતે અહીં આશ્રમમાં જ હતો.” “તો પછી મને બચાવ્યો કેમ નહીં ?" “અરે ! પણ હું આપને ઓળખી જ ન શક્યો. બહાર તો બે ચંડાલ ઝઘડતા મને દેખાયા. એક ચંડાલ આશ્રમમાંથી બહાર આવ્યો હતો. બીજો બહારનો હતો. બે ચંડાલ બાખડી પડ્યા. મને શું ખબર કે એ ચંડાલ એટલે આપ હશો. હું તો શોધતો જ રહ્યો કે જે સંતને મેં વચન આપ્યું હતું તે આમાં ક્યાં છે? એ સંત તો મને ક્યાંય દેખાયા જ નહીં.” સંતને ઉત્તર મળી ગયો. સંતની આંખ ઉઘડી ગઈ. યાદ રહે ! મોક્ષે જવા માટે માનવનું ખોળિયું જોઈશે એ વાત સાચી. પણ, માનવના ખોળિયામાં અંદર દાનવ જ બેઠો હોય તો, અંદર ચંડાલ જ બેઠો હોય તો મોક્ષ મળે તેવી કોઈ જ શક્યતા નથી. વેદશાસ્ત્ર