________________ એ ભાઈનો પ્રશ્ન સાંભળી મને નવાઈ લાગી. પૂજા અને પેમેન્ટ સાથે એમણે કેવી રીતે સંબંધ જોડી દીધો ? - તે મને સમજાયું નહીં! પૂજા કરે એટલે મોક્ષ મળે - એવું તો ઘણી વાર શાસ્ત્રોમાં વાંચ્યું છે. પણ, આ ભાઈને ભગવાન પાસે કંઈક જુદી અપેક્ષા હતી. જો કે સંસારના દુઃખથી ત્રાસી સમકિતી જીવો માટે પણ પરમાત્મા સિવાય બીજો કોઈ આશરો હોતો નથી. પણ, મને આશ્ચર્ય એ થયું કે પોતાનું પેમેન્ટ નથી મળતું તેમાં એ ભાગ્યશાળી પોતાના કર્મને બદલે પરમાત્માને ગુનેગાર ઠેરવી રહ્યા હતા. પરમાત્માને બદલે એ પોતાના કર્મને જ જવાબદાર માને તે માટે મેં એમને એક દૃષ્ટાંત જણાવ્યું - “તમે નાના હતા, ત્યારે કયારેક ગલૂડિયાંને રોટલી આપવા ગયા હતા કે નહીં ?' પેલા ભાઈએ કીધું કે, “હા ! ચોક્કસ, મારી મમ્મીએ નાનપણથી જ મને રોજ રોટલી નાખવાનું શીખવ્યું હતું. અમારે ત્યાં તો ગલૂડિયા પણ પાછા ઘણા બધાં હતા.’ મેં આગળ વાત કરી - “તમે રોટલી કેવી રીતે આપતા? આમ એક જ વારમાં નાખી દેતા હતા કે પછી થોડું ઉપર, થોડું નીચે લલચાવી લલચાવી પછી આપતા હતા ?' થોડું લલચાવવું તો પડે ને ?' “તો પછી કર્મસત્તા ય તમને ઊંચા-નીચા કરીને જ પેમેન્ટ આપે ને !!!" - મેં કહ્યું. આપણે બીજાને હેરાન કરતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આવી હેરાનગતિ જેના ઉપર વીતે તેની હાલત શું થાય ? જીવનમાં જે પણ દુઃખ તમારી ઉપર આવે છે, તેમાં કારણ તમે પોતે જ હો છો. બીજા કોઈના પણ કારણે દુઃખ આવતું નથી. આખું જગત આપણું દોસ્ત જ છે, આપણે જ આ જગત છે. આ જગતમાં રહેનારા દરેક વ્યક્તિઓ આપણા જ મિત્રો છે. માટે દરેકની સાથે મૈત્રીભાવ જ ઘટે. રમણ મહર્ષિના આશ્રમમાં ચોર પકડાયો. આશ્રમવાસી એક ભક્ત તેને જોરદાર મેથીપાક ચખાડી રહ્યો હતો. રમણ મહર્ષિ બોલ્યા 196