________________ ચમકી ગયા. તરત જ ત્યાં દોડી ગયા. મહામહેનતે લોકોના આક્રોશમાંથી તેઓ ચોરને બચાવી શક્યા. લોકોનો ગુસ્સો હજુ ઓછો થયો ન હતો. એમાંથી કોઈ એક બોલ્યું - “સ્વામીજી ! આવા ચોરને કેમ બચાવવા આવ્યા ? એમાં આ ચોરે તો તમારી કાશ્મીરી શાલ ચોરી લીધી છે.” સ્વામીજી તરત જ બોલ્યા - “કોણે કીધું આ ચોર છે ? એણે કાશ્મીરી શાલની ચોરી કરી જ નથી. કાશ્મીરી શાલ તો મેં એને મારા પ્રેમની યાદમાં ભેટ આપી છે. લોકો આ જવાબ સાંભળી છક થઈ ગયા. સ્વામીની ઉદારતા ઉપર ઓવારી ગયા. ચોર તો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. તે સમજતો હતો કે કાશ્મીરી શાલ પણ આ સ્વામીજીએ મને આપી અને સાથે સાથે હવે મને જીવનદાન પણ આ જ સ્વામીજીએ આપેલ છે. સ્વામીજીના ચરણોમાં પડી એ ચોર આંસુ સારવા લાગ્યો. આખરે એ ચોર ચોર મટીને સંતનો ચેલો થઈ ગયો. સંતનો વફાદાર શિષ્ય બની રહ્યો. આજીવન સંતના ઉપકારને તે ભૂલ્યો નહીં. એક વફાદાર શિષ્ય મળ્યો, ચોર ચોર મટી શાહકાર બન્યો.. ઈત્યાદિ જે કાંઈ પણ અકલ્પનીય લાભો થયા તેના મૂળમાં સ્વામીજીએ અપનાવેલી રેકોર્ડીંગ પોલિસી જ છે. સ્વામીજીએ જો તે વખતે ચોરને તરછોડ્યો હોત, માર ખવડાવ્યો હોત, પોલીસના હાથે પકડાવી દીધો હોત તો ચોર ચોર તરીકે મટી અઠંગ ગઠિયો થઈ જાત. પણ, સ્વામીજીએ મીઠો વ્યવહાર જ રેકર્ડ કર્યો. પરિણામે સામેવાળા તરફથી પણ તેઓને મીઠો વ્યવહાર જ સાંભળવા મળ્યો. ગોરેગાંવ ચોમાસું હતું. ત્યારે એક ભાઈ મને મળવા આવ્યા. વંદન કરી સહજ તેમણે વાત શરૂ કરી કે “મહારાજ સાહેબ ! ધર્મના ક્ષેત્રે પ્રવેશ કર્યો મારે ઘણાં વર્ષો થઈ ગયા. આ વર્ષોમાં એક દિવસ પણ પ્રભુની પૂજા મેં ન કરી હોય તેવું મને યાદ નથી. ગામમાં હોઉં કે બહારગામ હોઉં, પણ પૂજા કર્યા વિનાનો મારો એકેય દિવસ ન હોય. ભગવાનને મેં આટલા પૂજ્યા તો પણ મહારાજ સાહેબ ! આજે કેવો દિવસ મારે જોવાનો આવ્યો ? ઘરાક બે લાખ રૂપિયા દબાવીને બેઠો છે. 10-10 ધક્કા ખાવા છતાં એક રૂપિયો એણે મને આપ્યો નથી. શું ભગવાનની પૂજા કરી એનો કોઈ ફાયદો જ નહીં ?' 195