________________ પોતાની ભૂલ ઉપર ભારે પસ્તાવો થાય છે. પોતાની જાત અધમ દેખાય છે. જો તેનો પ્રતીકાર કરવામાં આવે તો તેને પશ્ચાત્તાપ જાગે તેવી કોઈ શક્યતા નથી. જેમ જેમ કોઈ પણ પ્રસંગોને હળવાશથી - સરળતાથી લેવામાં આવે તેમ તેમ આજુબાજુનું આખું વાતાવરણ પણ હળવાશભર્યું થઈ જાય છે. અને પ્રસંગને જેટલો ભાર આપીએ તેટલો વાતાવરણમાં પણ જાણે ભાર તોળાતો હોય તેવું લાગે છે. ભારે - ભારે વાતાવરણ લાગે છે. પસંદગી આપણે કરવાની છે. પ્રસન્ન, હળવાશભર્યા વાતાવરણમાં રહેવું છે કે ભારે-ભરખમ વાતાવરણમાં રહેવું છે ? જે સામાન્ય પ્રસંગને પણ ભારે-ભરખમ બનાવે, બહુ ગંભીર રીતે તેની અસર ઝીલી લે, તે કદાપિ સુખી થઈ શકતો નથી. અને જે ભારેખમ પ્રસંગને પણ ખૂબ જ હળવાશથી લે છે, તે સુખી થયા વિના રહેતો નથી. સુખી થવાની સહુની ઈચ્છા હોવા છતાં સુખના સાચા સાધનોને સ્વીકારવાની, અપનાવવાની તૈયારી આજના માનવીની નથી. - રાત્રે લાઈટ જાય, ઉનાળાના દિવસો હોય, પંખો બંધ થઈ જાય, તમે પરસેવાથી રેબઝેબ થઈ જાગી જાઓ. પછી મન શાંત જ હોય કે ગુસ્સામાં ? મનમાં કેટલા વિકલ્પો દોડી આવે ? શું આવા નાના નાના પ્રસંગોને પણ હળવાશથી ન લઈ શકો ? સુખી થવાનો સરળમાં સરળ રસ્તો, ક્રોધમાંથી મુક્ત થવાનો સચોટ ઉપાય હોય તો આ ‘ટેઈક ઈટ ઈઝીલી' પોલિસી છે. દરેક ઘટનાને ખૂબ જ હળવાશથી લો. કોઈ તેમને ગાળ બોલે, તમારા ઉપર ધૂકે ત્યારે ગુસ્સો આવે છે. શા માટે ? એ ગાળ બોલે એટલે શું તમારું હાડકું તૂટી જાય છે ? શરીર ઉપર ઘા પડે છે ? શું વજન ઘટી જાય છે ? આમાંનું કશું જ ન થતું હોવા છતાં એ પ્રસંગની માનસિક એટલી બધી અસર ઝીલી શારીરિક રોગોને નોતરું આપી દો છો. જો સામેવાળી વ્યક્તિ જાહેરમાં તમને બે શબ્દ બોલે ત્યારે ખૂબ જ હળવાશથી તે પ્રસંગને લઈ લેશો તો શારીરિક કોઈ જ તકલીફ પડશે નહીં. કિંતુ જો સામે તમે પણ તેનું અપમાન કરો, દલીલબાજી ઉપર ચડી જાઓ એટલે એ ક્રોધના આવેશ તમારા આખા શરીરને ગરમ 150