________________ જ સાચા સંત છે. સાચા સંતો જ આવી ભૂમિકાએ પહોંચી શકે... અને આ વિચારોમાં ચડતા ચડતા એ ભાઈના દિલમાં ભારે પશ્ચાત્તાપ પ્રગટ્યો અને બીજે દિવસે ભરસભામાં બુદ્ધની માફી માંગવાનું નક્કી કરે છે. મતલબ સ્પષ્ટ છે કે જ્યારે સામેવાળો આક્રોશ વરસાવતો હોય તેવા વખતે ધારણ કરેલું મૌન, જાળવી રાખેલી પ્રસન્નતા તેને આત્મખોજ કરવા મજબૂર કરે છે. શાંતિ જાળવવાથી સૌથી પહેલો ફાયદો એ જ થાય કે એકપક્ષી યુદ્ધનો તાત્કાલિક વિરામ આવી જાય. તથા બીજો ફાયદો એ કે શાંત ચિત્તે વિચારવાની, પોતાની ભૂલ શોધવાની અને તેને કાઢી નાંખવાની ભાવના સામેવાળી વ્યક્તિમાં પ્રગટી શકે. દુનિયાની તમામ વ્યક્તિમાં “શુભતત્ત્વ' પણ રહેલું જ છે. જો તેને તેવું વાતાવરણ મળે તો ચોક્કસ તે પ્રગટ થાય, સક્રિય થાય. આપણી ફરજ એટલી જ કે તેના શુભતત્ત્વને ઉજાગર કરતું વાતાવરણ પૂરું પાડવું. જો સામસામા આવી જઈ ગુસ્સો કરવામાં આવે તો બેમાંથી એક પણ પક્ષ સામેવાળાની સાચી વાત પણ સ્વીકારવા તૈયાર નહીં થાય. આક્રોશ વધતો જ ચાલશે. કોઈ પણ ભૂલ નહીં સ્વીકારે. પોતાની ભૂલ શોધવાનો પ્રયાસ પણ નહીં કરે. જે પણ પ્રયાસ કરશે તે સામેવાળાની ભૂલ શોધવાનો પ્રયાસ કરશે. પરિણામે, ક્રોધની આગ ભડકે બળતી જ રહે, બળતી જ રહે.. વૈષ વધતો જ ચાલે, વેરના મૂળિયા વધુને વધુ ઊંડા વવાતા જાય. સંભવિત આ તમામ નુકસાનોની પરંપરાથી બચવાના ઉપાય તરીકે ગૌતમ બુદ્ધ અપનાવેલો ઉપાય બહુ કારગત છે. સામેવાળો ગમે તેટલો આક્રોશ કરે, એક હરફ સુદ્ધાં ઉચ્ચારવાની જરૂરત નથી. ભલે ને ગમે તેવા આક્ષેપો મૂકે, મૌન રહેવામાં જ મજા છે. તો જ સામેવાળી વ્યક્તિને પણ પોતાની ભૂલનો અહેસાસ થશે. અહીં પણ એવું જ થયું. પેલા ભાઈને પોતાની ભૂલ સમજાઈ. ગૌતમ બુદ્ધની માફી માંગવાનું નક્કી કર્યું. બીજે જ દિવસે પ્રવચનસભામાં એ ભાઈ પાછા આવ્યા. જો કે ગઈકાલ કરતાં આજના એ ભાઈમાં ઘણું પરિવર્તન આવી ચૂક્યું હતું. ગુસ્સાથી ધમધમતા ગઈકાલના ભાઈ કરતાં આ ભાઈ તો અશ્રુની ધાર 132