________________ આ એક સમજવા જેવી વાત છે. જ્યાં સુધી ક્રોધની સામે ક્રોધ કર્યો જ રાખવામાં આવે ત્યાં સુધી ક્રોધ શમતો નથી. એ વચ્ચે જ રાખે છે. સામેવાળો ગમે તેટલો ગુસ્સે થયેલ હોય પણ, જો તેની સામે પ્રતિક્રિયા દાખવવાનું બંધ કરી દેવામાં આવે તો આખરે એને જ હારવું પડે છે. એને જ ગુસ્સો છોડવો પડે છે. કારણ કે એક હાથે તાળી કેવી રીતે પડે ? ગૌતમ બુદ્ધે કોઈ જ પ્રતિક્રિયા ન દાખવી. તેના પરિણામે થોડાક જ વખતમાં, પોતે જે ધાર્યો હતો તેના કરતાં અડધા સમયમાં ગુસ્સો સમેટી લેવો પડ્યો. વીલે મોઢે એ ભાઈ પાછા ફર્યા. જેવા એ ભાઈ ગયા કે દરેક શિષ્યોના મનમાં ઘોળાતી શંકાને આકાર આપતો પ્રશ્ન આનંદે પૂછ્યો - “ભતે ! આપ તે માણસને જવાબ આપી શકવા સમર્થ હતા, છતાં આપે મૌન કેમ ધારણ કર્યું? શા માટે અસત્યનો પ્રતીકાર ન કર્યો ? શું અસત્યનો પ્રતીકાર નહીં કરવાનો ? આપ કેમ મૌન જ રહ્યા ?" ગૌતમ બુદ્ધ જવાબ આપ્યો - “આનંદ ! આપણા બોલવાથી કોઈનું કશું સુધરતું હોય, કોઈને કશો ફાયદો થતો હોય તો બોલેલું લેખે લાગે. આપણા બોલવાથી જો સામેવાળાના ગુસ્સામાં વધારો જ થતો હોય, બોલવાથી બગડતું જ હોય ત્યાં મૌન રહેવું એ જ ધર્મ છે. સોનાની જાળ પાણીમાં ન નખાય. ક્યારેક વાણી જે કામ નથી કરતી તે કામ મોન કરી આપે છે.” આટલું કહી ગૌતમ બુદ્ધે પ્રવચન ચાલુ કરી દીધું, જાણે કશી ઘટના ઘટી જ ન હોય તેમ રોજીંદા ક્રમ મુજબ જ ગૌતમ બુદ્ધ પ્રવૃત્તિ કરી. આ બાજુ પેલા ભાઈ ગૌતમ બુદ્ધની સામે ગાળાગાળી કરી ઘરે આવ્યા. વિચારમાં પડી ગયા - મેં આટલું બધું હદ બહારનું જાહેરમાં ગૌતમ બુદ્ધને સંભળાવ્યું. છતાં, તે સંત પુરુષ તો મૌન જ રહ્યા. આખી સભા તેમની હતી. જો તે ધારત તો ચોક્કસ મારું અપમાન કરાવી શક્ત. મારી મારપીટ પણ કરાવી શકત. પણ આમાનું કશું જ કરવાને બદલે તે તો સાવ શાંત જ રહ્યા. મોઢાની એક રેખા પણ તેમની બદલાઈ નહીં. પૂર્વના જેવી જ પ્રસન્નતામાં તેઓ મહાલતા રહ્યા. ખરેખર આ 131