________________ આચાર્ય દ્રોણ પાંડવો અને કોરવો સહુને ધનુર્વિદ્યાના પાઠ શીખવી રહ્યા હતા. દરેકને સમાન રીતે ધનુર્વિદ્યા પોતે શીખવાડી રહ્યા હતા. ઘણો સમય થઈ ગયો હતો. માટે દ્રોણાચાર્યને મન થયું કે - જોઉં તો ખરો, ધનુર્વિદ્યા કોને કેટલી પચી છે ?' અને એક વાર ધનુર્વિદ્યાની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. આમ પણ હવે આગળ ધનુર્વિદ્યાના અઘરા અને મહત્ત્વપૂર્ણ પાઠ શરૂ થઈ રહ્યા હતા. જે યોગ્ય નીવડે તેને જ તે શીખવાડવામાં મહેનત લેખે લાગે. બાકી વ્યર્થ પ્રયાસ જ થાય. પરીક્ષા માટે સામાન્ય છતાં અદ્ભુત આયોજન આચાર્ય દ્રોણે કર્યુ. ઝાડ ઉપર એક પંખી બેઠું હતું. આચાર્ય દ્રોણે તે ઝાડથી દૂર રહી જ સૌને તે પંખી બતાવ્યું. અને કીધું - “છાત્રો ! આજે તમારી પરીક્ષા માટે કરવી છે. જુઓ, સામે જે પંખી દેખાય છે તેની ડાબી આંખ વીંધવાની છે. તમે વારાફરતી નિશાન તાકો. પણ, હું કહું તે પહેલાં બાણ છોડવાનું નથી.” સહુ પણછ ઉપર બાણ ચડાવી તૈયાર થઈ ગયા. પહેલા દુર્યોધનને તક મળી. શરસંધાન કરી દુર્યોધન તૈયાર થઈ ગયો. આચાર્ય દ્રોણનો ઈશારો થાય કે તરત જ બાણ છૂટી જાય 125