________________ મૂળ વાત એટલી જ છે કે જેવો વ્યવહાર આપણે કરશું તેવો જ વ્યવહાર પડઘાવાનો છે, સામેવાળી વ્યક્તિ તરફથી તેવા જ પ્રકારનો વ્યવહાર થશે. દરેક વ્યક્તિ પોતાની સાથે સારો જ વ્યવહાર કરે તેવી જેને અપેક્ષા હોય તેણે દરેક વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરે જ છૂટકો. આખા જગત સાથે તોછડાઈ ભરેલો વ્યવહાર કરનારને જગત તરફથી સારો વ્યવહાર મળે તેવી શક્યતા નથી. કોક ને કોક દિવસ તો આખું જગત એને ધિક્કારવાનું જ છે. માટે, જ્યારે પણ સામેવાળી વ્યક્તિ તમારા પ્રત્યે દુર્વ્યવહાર કરે ત્યારે તેના પ્રત્યે ગુસ્સો કરવાના બદલે “આ તો મારા જ દુર્વ્યવહારનો પડઘો છે' - તેમ સમજી શાંત રહેવું તે જ શ્રેયકારી છે. ટૂંકમાં, ઈકો પોલિસી એટલું જ કહે છે - “જગતમાં બનતી સારી નરસી તમામ ઘટનાઓ એ એક પડઘા રૂપ જ છે. માટે, તારા જીવનમાં જ્યારે જ્યારે પણ કંઈક નરસું થાય, અશુભ થાય ત્યારે તે તે ઘટના પ્રત્યે કોઈકને જવાબદાર ઠેરવી તેના પ્રત્યે ગુસ્સો કરવાના બદલે તે તે તમામ ઘટનાઓ ભૂતકાળમાં મેં કરેલા અશુભનો જ પડઘો છે' - એમ સમજી જાતને જ તે તે ઘટના પ્રત્યે જવાબદાર ઠેરવી વર્તમાનમાં દરેકની સાથે સારો વ્યવહાર કરવા લાગી જવું તે જ ઉત્થાનનો સાચો રસ્તો છે. તેને સ્વીકારીશ તો કલ્યાણ ખુદ તારું છે. અને તેની ઉપેક્ષા કરવામાં નુકસાન પણ તને જ છે.” બસ ! અપનાવો આ પોલિસીને ક્રોધની માત્રામાં, સમયમાં -દરેકમાં ધરખમ ઘટાડો અનુભવાઈને જ રહેશે. ( / ક્રોધમાં કહેલી બાબતો અંતે તો ઊલટી જ પડે છે. - મીર્નેકર થવું 124