SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કડવું કર્યા વિના હસતા હસતા એ કડવા શાકને વાપરી ગયા. બ્રાહ્મણી ઉપર લેશ પણ ગુસ્સો કરવા આ મહાત્મા તૈયાર નથી. કારણ કે સમજે છે - મને દુઃખી કરનાર આ બ્રાહ્મણી નથી. પણ મારા પોતાના જ કર્મ છે. બસ ! જો આટલી જ સમ્યક સમજણ અપનાવવામાં સફળ થઈ જવાય તો ગુસ્સો ગયા વિના રહે જ નહીં. જો તમને આટલી સમજણ છે કે - તલવાર મારનાર ગુનેગાર હોય, તલવાર નહીં. ગોળી મારનાર ગુનેગાર હોય, ગોળી નહીં. તો પછી તલવાર મારનાર પણ તલવારની જેમ જ બીજા કોઈનો હાથો બનેલ હોય તો ગુનેગાર કોને માનશો? તલવાર મારનારને કે તલવાર મારવા માટે સામેવાળાને પ્રેરનાર કર્મસત્તાને ? પણ, જ્યારે ગુસ્સો-ક્રોધ આવે છે ત્યારે જાણે તે આપણા આખે આખા અસ્તિત્વ ઉપર હાવી થઈ જાય છે. પછી કશું જ હાથમાં નથી રહેતું. સગો દીકરો પણ પછી એ ગુસ્સાનો ભોગ બન્યા વિના રહેતો નથી. અને જ્યારે એ આવેશ ઉતરી જાય પછી પસ્તાવાનો પણ પાર રહેતો નથી. કિંતુ ત્યારે પસ્તાવો કરીને પણ શું ફાયદો ? ગુસ્સાને જે ખેદાનમેદાન કરવું હતું તે તો થઈ ગયું. માટે, પહેલેથી જ આ પોસ્ટમેન પોલિસીને અપનાવી બીજાને ગુનેગાર માનવાનો અભિગમ છોડતા જાઓ. તમારા જીવનમાં ઘટતી સારી-નરસી હરેક ઘટનાઓના કર્તા તમે પોતે જ છો, તમારા કર્મ જ છે. બીજું કોઈ નથી. માટે સજા પણ તેને જ થવી ઘટે. ક્રોધના કટુ પરિણામને દર્શાવતી કથા વાંચી છે ? - S..C.ની પરીક્ષામાં દીકરો નાપાસ થયો. પરિણામ લઈને દીકરો બાપની પાસે હાજર થયો. અને બાપનો ગુસ્સો આસમાને પહોંચવા લાગ્યો. બાપાને ગુસ્સો આવ્યો તેની પાછળ કારણ શું ? - શું દીકરો વ્યવસ્થિત ભણે માટે ગુસ્સો કરે છે ? દીકરો ગંભીરતાથી અભ્યાસ ઉપર લક્ષ્ય આપે તે માટે ગુસ્સો કરે છે? છે કે સમાજમાં ઘણાના ટોણાં સાંભળવા પડે, નીચા જોણું થાય - માટે ગુસ્સો કરે છે ? 84
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy