SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અહીંનાં ઘણાં દુઃખ તો આપણે જ આધિ-ઉપાધિથી ઊભા કરેલાં હોય છે. તને જે કોઈ દુઃખ હો, પણ એ જો કે દુઃખ આવતાં પહેલાં તું કોઈ ઉપાધિમાં પડેલો કે નહિ ? ઉપાધિ ઊભી કરેલી કે નહિ ? પછી વાંકું પડતા તે માનસિક આધિ જગાવેલી કે નહિ ? ત્યારે તું એકદમ જ દુ:ખમાંથી બહાર કૂદી પડવા ચાહે છે, પરંતુ આધિ-ઉપાધિમાંથી છૂટવાનો વિચાર સરખો કરે છે ? અરે ! હજી એટલે શું સમજાય પણ છે કે દુઃખ આધિ-ઉપાધિથી ઊભું કર્યું છે? એટલી સમજ પણ નહીં હોય તો પછી એના તરફ ધૃણા અને એને છોડવા તરફ દૃષ્ટિ જ ક્યાંથી થવાની હતી ?.. આધિ-ઉપાધિ એ શિકારી છે : મુનિના કરુણાભીના દિલમાંથી નીકળતો તત્ત્વવાણીનો પ્રવાહ એકલા ચન્દ્ર માટે જ સમજતા નહિ. આપણે પણ એમાં આત્મજ્ઞાન કરવાના છે. આધિ-વ્યાધિ-ઉપાધિ તો શિકારી છે; એ જીવ પર દુઃખનાં બાણો વરસાવે છે. શિકારીનો સામનો કરવાને બદલે, બાણને બચકાં ભયે, નવાં નવાં બાણના જ ભોગ થવાનું ને ? સિંહ અને કૂતરામાં આ ફરક કહેવાય છે, કૂતરું પથરો મારનારને બદલે પથરાને બચકાં ભરે છે, પથરા પર ગુસ્સે થાય છે; ત્યારે સિંહ તો સીધો મારનાર પર જ હલ્લો કરી એને ભગાડે છે. એકલું દુઃખ પર દાંતિયા કરવા, દુ:ખનાં રોદણાં રોયે જવાં, દુઃખનાં તાત્કાલિક નિવારણ માટે મથવું, એ બધું વધારે દુઃખી થવાનો ધંધો છે ! ખરું તો દુ:ખ વરસાવનાર જે આધિ-ઉપાધિ છે, એના હલ્લા નિવારવાની જરૂર છે; એને જ ઓછી કરવાની આવશ્યક્તા છે. સીતાજીએ ઉપાધિ પરખી : સીતાજીએ દિવ્ય કર્યા પછી લોક પગે લાગે છે “જગદંબા' કહીને 6 ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy