SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્ફળતા દેખાઈ તેથી એવું મન થયું હતું. બાકી અંદરખાને કંચનકીર્તિની રુચિ હતી જ, તેથી જોશથી ત્રીજીવારનો “સબૂર” અવાજ સંભળાતાં કોડમાં ચઢે છે કે કોઈ મંત્રવિદ્યા-જડીબુટી મળે તો કેવું સારું ! હવે એ ચાલ્યો તપાસ કરવા. ત્યાં અંદર ઝાડીમાં તપાસ કરતાં કરતાં એક મુનિને જોયા. પૂછે છે, “સબૂર” અવાજ તમે કર્યો ? મુનિ કહે છે, “હા, તું શા માટે મરવાનું કરી રહ્યો છે ?' ન કરું તો શું કરું ? મારે દુઃખનો પાર નથી.” મુનિનું આશ્વાસન : દુઃખની દવા : મુનિ કહે છે, “પણ તે તારે શું મારા જેટલું દુઃખ છે ? અને તને શું એમ લાગે છે કે આમ મરી જવાથી દુઃખનો અંત આવી જશે ? મૃત્યુ એ દુ:ખની દવા નથી. મૃત્યુ પછીનો જન્મ જ જો કોઈ એવો મળ્યો કે જયાં અહીં કરતાં ઘોર કષ્ટ હશે તો ત્યાં શું કરીશ ? એમ માનતો મા કે ત્યાંય આપઘાત કરીશ; કેમકે ત્યાં તો એવો બંધાયેલો હોઈશ, કે તેમ નહિ કરી શકે, અને રીબામણ અપરંપાર હશે. શાસ્ત્ર કહે છે કે આત્મહત્યાથી દુર્ગતિમાં પટકાવું પડે છે. એ યુક્તિયુક્ત પણ છે; કેમકે મનના ભાવ એવા કલુષિત હોય છે, કે એથી દુર્ગતિ થાય એ સહજ છે; અને દુર્ગતિનો અવતાર એટલે ? પાપનાં ફળરૂપે ઘોર ત્રાસ-વિટંબણાનો પાર નહિ, તેમ પાપદાયી કરણી ય ભરપૂર ! માટે આપઘાત એ દુઃખની દવા નથી, દુઃખનો અંત તો શું પણ દુઃખમાં ઘટાડો ય કરી શકતો નથી, ઊલટું વધારો કરે છે. ત્યારે એ પણ જો જે કે દુ:ખ બીજાને નહિ અને તારે આટલું બધું ક્યાંથી આવ્યું ? “મારાં કર્મ એવાં,' એમ કદાચ કહીશ, એમાં તો દોષ જાતનો જોવાને બદલે કર્મનો જોવાનું થાય છે ! એથી એક તો જાતને સુધારવાનું સૂઝતું નથી; ને બીજું, કર્મ આગળ લાચારી તથા દીનતા અનુભવવી પડે છે. જોયું તો એ જોઈએ કે, ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy