________________ પહેલે મિથ્યાત્વે પટકાઈ ગયા, અને સમકિત વિના કેઈ ચારિત્રી છકે ગુણસ્થાનકેથી પહેલે પટકાઈ ગયા. જીવનમાં બંનેની જરૂર છે. સમ્યક્ત્વ એટલે દર્શન, એની પહેલી જરૂર. પરંતુ એ જગાવવા માટે પણ ચારિત્રની વિવિધ સાધનાઓ કરવી આવશ્યક છે. “મારામાં હજી સમ્યકત્વ જ ઝળહળતું નથી, તો હું ધર્મસાધનાઓ કરીને શું કરું ?' એમ માની ધર્મસાધનાઓને મૂકી નથી દેવાની. સમ્યકત્વ માટે પણ એ આરાધવાની છે. સમ્યગ્દર્શનના ઉદેશથી સાધેલી ધર્મક્રિયાઓ અને વ્રત-નિયમાદિ સફળ બને છે, સંસાર ટૂંકાવી આપે છે. આધિ-વ્યાધિઉપાધિઓના હલ્લા મોળા પાડી દે છે. આધિ-વ્યાધિ-ઉપાધિના તાપ દૂર કરવા હોય તો સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રને સેવો. એ ક્રમશઃ એકેક એકેકનું ઔષધ છે, અને ત્રણેયનું પણ ઔષધ છે. એનો આપણે વિચાર કરીએ. ત્રિવિધ તાપનું ઔષધ સમ્યકત્વાદિ શી રીતે ? : આધિના તાપમાં માનસિક ચિંતાઓ, કલેશો, કુવિકલ્પો, દુર્ગાન...એવું બધું આવે છે. સમ્યગ્દર્શનની ઉપાસનામાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય આવે છે. શમ એટલે કષાયોના ઉકળાટનું ઉપશમન. એનાથી ઘણા કલેશ શમી જાય છે. કૃષ્ણ વાસુદેવને જંગલમાં જરાકુમારનું બાણ વાગ્યું છે, અને મરણની પીડા ઉપડી છે. એ માનસિક કલેશ કેટલો કરાવે ? પરંતુ એમની પાસે સમ્યગ્દર્શન છે તેથી કલેશ ન કરતાં પોતાના કર્મને જવાબદાર ગણી કર્મની નિંદા કરે છે, અને જરાકુમારને બળરામજી આવી મારે નહિ માટે કૌસ્તુભ મણિ લઈ તરત ભાગી જવા કહે છે. પ્ર.- આવું હતું તો પછી પાછળથી ભાવના કેમ ફરી? સમ્યગ્દર્શન તો હતું જ. ઉ.- સમ્યગ્દર્શન તો હતું જ પરંતુ સાથે લેશ્યા બગાડી. કૃષ્ણ લેશ્યાને ઊભી કરી. એટલે કામ બગડ્યું. એમ પણ કહેવાય કે ચારિત્રનો ઉપાધિ થી સમાધિ તરફ 48