________________ ‘ફૂલના મેહ (મેઘ) વરસે છે !' શિક્ષાવચનોરૂપી ફૂલના મેઘથી પ્રમાદરૂપી દુર્ગધ દૂર થાય છે, અને આત્મામાં આરાધકભાવનું સુગંધ સુગંધમય વાતાવરણ બને છે. ગૃહસ્થપણામાં એ ગુણ ખીલવ્યો ન હોય અને અહીં આવીને બેસે, પછી ભૂલેચૂકે ગુરુએ કાંઈ કહ્યું તો જોવા જેવું જ થાય ને? રત્નત્રયીની આરાધનામાં માર્ગાનુસારી ગુણો મહાન મદદગાર છે. આ ભાન હોય તો રત્નત્રયીની જેમ માર્ગાનુસારી ગુણોનો ભારે ખપ કરે. જો એમ ન બને તો દિલ્હી હજી દૂર છે. ચારિત્ર વિના આધિ-ઉપાધિ મટે શી રીતે ? : વાત એ છે કે આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપની શાંતિ કરવા માટે રત્નત્રયી સમો ઠંડા પાણીનો ઝરો કોઈ નથી. એ રત્નત્રયીમાં ચારિત્ર ઘણું પ્રબલ ઔષધ છે, બહુ જરૂરી છે. સમકિત સારું, પ્રબલ સમકિત હોય એ વધારે સારું, પણ ચારિત્ર વિના આધિ-ઉપાધિ મટે શી રીતે ? એટલા જ માટે આ વારંવારનો ઉપદેશ, કે વ્રતોમાં આવો, તપ કરો, જપ કરો, ત્યાગ કરો, વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરો, ઉત્તમ પ્રકારના ચારિત્રના ભાવ કેળવો, ઉશૃંખલ જીવનનો ત્યાગ કરો. વ્રતાદિના બંધન વિનાનું જીવન એ જંગલી જીવન છે, ગમે તે આધિઉપાધિના જંગલમાં ગમે તેમ વિચરનારું જીવન છે; ત્યારે બંધનવાળું જીવન એટલે શહેરી જીવન છે. વીતરાગનું શાસન પામીને તો જીવન ઓછે વત્તે અંશે પણ વ્રત-નિયમાદિની શૃંખલાથી બદ્ધ હોય; રખડતું છૂટું ન હોય. “અઢારમું પાપસ્થાનક ન હોય તો સત્તર વાપસ્થાનક એટલું નુકસાન ન કરે,'- એ વાતની સાથે એ વાત પણ ધ્યાનમાં રાખવી કે- “વ્રતનિયમાદિ પવિત્ર આચારોના અભાવે જો સત્તર પાપથાનકોનું જોર વધી જાય તો નાસી ગયેલા મિથ્યાત્વને સહેલાઈથી નોતરી લાવીને બેસાડે.' દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી દર્શન : જોવા જેવું છે કે ચારિત્ર વિના કેઈક સમકિતી ચોથે ગુણઠાણેથી ઉપાધિ થી સમાધિ તરફ