________________ આપણા પ્રાણપ્યારા આત્માને શું ? એને તો નવાં પાપોની લોથ ઊંચકવાની ! જે ધર્મભાવનાના અખંડ સ્રોત અહીં વહેવડાવી શકાય એ ધર્મભાવનામાં નજીવી વાત-વસ્તુના મમત-ચડસ પાછળના સંકલ્પ-વિકલ્પો આવીને ભંગ પાડવાના, અંતરાય કરવાના ! વિચારવું તો એ જોઈએ છે કે ખોટા અધિકાર શા બજાવવા ? વસ્તુ મળે છે આપણા પુણ્ય મુજબ જ, વધારે ઓછું નહિ. તો જે મળ્યું તેમાં બહુ માની લેવું જોઈએ. વિચારવું જોઈએ કે દુનિયામાં ઘણાને મળે છે એના કરતાં તો આ બહુ છે. તો એના સામે નજર રાખીને જે મળ્યું તેને વધાવી લેવું, પણ ચડસ નહિ રાખવો. ચડસના નુકસાન H જડ અને તે પણ નજીવી વસ્તુઓના ચડસ રાખવામાં તો હૈયું એની બહુ કિંમત આંકતું બને છે, તેથી આત્માની અને આત્મહિતની વસ્તુની કિંમત આંકતું ભૂલાય છે. દાખલા તરીકે, છોકરો જો પોતાની પરણી લાવેલી પત્નીની બહુ કિંમત આંકતો બને છે, તો માતાની કિંમત આંકવાનુ ભૂલે છે. સ્વાર્થના મૂલ્યાંકન કરનારાના મગજમાં પરમાર્થનું મહત્ત્વ વિચારમાં નથી આવી શકતું. રમતિયાળ છોકરાને રમતના ચડસ હોય છે તો વિદ્યાના મહત્ત્વનો ક્યાં વિચાર જ આવે છે ? દુરાચારના ચડવાળો પવિત્ર સદાચારી જીવનના મહામૂલ્યાંકન શું કરી શકે ? બસ, એ જ વાત અહીં છે. દુન્યવી વાત-વસ્તુના જો ચડસ-મમત રાખો તો મન એની જ ગડમથલમાં રોકાયેલું રહેશે ! એનાં જ મહત્ત્વ વિચાર્યા કરશે ! એટલે સ્વાભાવિક છે કે આત્મા, પરમાત્મા અને આત્મહિતના વિચારોને કે એનાં મૂલ્યાંકનને મગજમાં જગા નહિ મળે, એના માટે સમય નહિ રહે ! તો પછી આવા સુંદર ભવમાંથી પશુ જીવન કરતાં વિશેષ શું મેળવ્યું ? કર્તવ્યસાદ : માટે જ, જો આ ઉજળા અવતારની સાર્થકતા કરવી હોય, તો વારે ઉપાધિ થી સમાધિ તરફ 17