SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હાર્દિક સ્નેહભર્યું આકર્ષણ નથી ધરતા હોતા; કદાચ વિરુદ્ધ વલણવાળા પણ થાય છે, તેથી બીજાની આગળ ઘસાતું ય બોલે છે. એવા બીજા ય કેઈ અનર્થો ચડસ પાછળ ઊભા થાય છે. એવું જ મમતથી એક વસ્તુની તાંત પકડી રાખવા જતાં ય નુકસાન ઊભાં થાય છે, ને પાછળથી પસ્તાવો યાને શેક્યા કરે છે ! આ જગતમાં આત્માને વિષે અનંતાનંત કાળથી ચાલી આવતી પૂર્વવાસનાઓની કારમી અસરનો ગંભીર વિચાર થાય, તો પોતાના મતાકિંમતી આત્મદ્રવ્યને બિનજરૂરી ચડસ અને મમત કરી એ કુવાસનારૂપી ડાકણોને પોષવા-વધારવાનું કેમ જ કરાય ? આમ તો હજી બીજી કેટલી ય વાસના અને વિકારો નડે છે, જે હાલ છૂટે એમ નથી, પરંતુ આવી ચડસ-મમતની વાસનાઓ તો ધારીએ તો છોડી શકીએ. તો એટલું તો કરી જ લેવું ઘટે ને ?. સામાન્ય વસ્તુઓમાં ચડસ શા? : એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કમમાં કમ નજીવી વાતવસ્તુના તો ચડસ-મમત નહિ જ રાખવા; કેમકે જેમાં બહુ માલ નથી, જેથી બહુ મોટો લાભ નથી, એના ચડસ રાખવાથી શું ? એના મમત કર્યાથી શું વિશેષ ખાટી જવાનું ? દા.ત. રોજ એની એ કાળી ચા પીવાની, એની એ રોટી-દાળ ખાવાની, કે ધોઈ ધોઈને એના એ સાદા ચાર ચીંથરા ઓઢવાના, તેમ એના એ સામાન્ય મકાનમાં રહેવાનું, એ વસ્તુ નજીવી છે. હવે એમાં બહુ ટેસનો, બહુ સફાઈનો, બહુ શોભાનો ચડસ રાખવામાં મુશીબત એ ઊભી થાય છે કે પછી એ ચડસની પાછળ જે ચોક્સાઈ, મહેનત, ધન-સમયાદિવ્યય અને વિચારસરણી કરવામાં આવે છે, તે ધર્મસાધનાને ધક્કો પહોંચાડે છે. શાથી આ બધું? ચડસને લીધે. જો ચડસ ન હોત તો મન મનાવી લેત કે “આ તે શું બહુ સારું કિંમતી મળ્યું છે કે એમાં વળી પાછા ઓરતા કે આવું જ જોઈએ ને તેવું જ જોઈએ ?' “એ તો જેવું મળ્યું તેવું ચાલે.' બહુ ખટપટ કરી જરાક સારું બનાવવા ગયા, પણ પછી એના પર દિવાળી કોને ? લુચ્ચી ઇન્દ્રિયોને ! ને લીધેલું હરામ કરનાર મનને ! પણ 16 ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy