________________ પહેલાં, પછી, અને ગયા બાદ પણ લોહી ચૂસનારી ડાકણ તરીકે નથી દેખતો, માટે જ એની ખાતર ગમે તેવાં હિંસા-આરંભ સમારંભાદિ પાપો અને દુષ્ટતા આદરવામાં આંચકો નથી અનુભવતો ! મુનિની મંત્રીપણાની ઉપાધિ પાછળની દુર્દશા હજી વધારે આવવાની છે જુઓ. રાજકુમારીનો યોગ : મુનિ કહી રહ્યા છે, “હે ચન્દ્ર ! એ મારું વારંવાર પત્નીનાં હાડકાં ઊંચકવા-મૂકવાનું જોઈ અને રોવાનું જોઈ ત્યાં ફરવા આવેલી એક રાજકુમારીનું હૃદય ભરાઈ આવ્યું ! બિચારી મારી પાસે આવીને દિલના દર્દ સાથે પૂછે છે, “ભાઈ કેમ રડો છો ?' બેન શું કરું ?' મેં કહ્યું, “આ છોડાતું નથી ને સહેવાતું નથી, રડું નહિ તો બીજું કશું ય શું ?' ‘પણ એવું તે એટલું બધું શું દુઃખ છે તમને ?" મને દુઃખ પૂછે છે ? તે સાંભળ,' એમ કહીને એ કુમારી સારું માણસ લાગવાથી મારું દુ:ખ એને હું કહેવા લાગ્યો !" રાજકુમારી બેભાનઃ બાપ ગુસ્સે ? મુનિ શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રને કહી રહ્યા છે, “મેં ઠેઠ સરસ્વતીને વચન આપ્યાથી માંડી મારી બધી હકીકત રાજકુમારીને કહી તે એ સાંભળીને હું જોઉં છું તો તરત બેભાન જ થઈ ગઈ ! એના નોકરો તરત એના પિતા રાજાને બોલાવી લાવ્યા. એણે એક બાજુ કુંવરીને સ્વસ્થ કરવાના ઉપાય કરાવવા માંડ્યા, અને બીજી બાજુ મારા પર એ ગુસ્સે થઈ ગયો કે મેં કુંવરી પર શો પ્રયોગ કર્યો ? હે મહાનુભાવ ! જોજે આ સંસારની વિટંબણા ! એક તો હું મારા નિસ્ટ્રીમ દુઃખને રડી રહ્યો હતો, ત્યાં આ પડતા પર પાટુ આવ્યું ! કુમારી આગળ દિલ ઠાલવવાની ઉપાધિમાં પડ્યો તો આ નવી ઉપાધિ ઊભી થઈ ! પણ ત્યાંય આપણને ખબર નથી હોતી કે એમાંથી ય ઉપાધિ થી સમાધિ તરફ 1 37