SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ગોટાળો, ભાવમાં ઉથલપાથલ, લેવાના દેવા, સરકારી ટેક્ષોમાં ફસામણ, આ બધું મૂળ તો લોભ, તૃષ્ણા વધારી એના પર જ ને ? જેના પર રાગ, મમતા બહુ કર્યા એ અવસરે વાંકા થઈ બેસે ત્યારે ખેદનો પાર નથી રહેતો ! શોકનાં રોદણાં ચાલુ થઈ જાય છે ! અરે, એ વાંકા ન થાય પણ કોઈ રોગ કે બીજી વિટંબણામાં આવી જાય તો ય એ કેટલું દુઃખરૂપ બને છે ? અને નથી ને એનું મૃત્યુ થયું તો તો એના પર જીંદગીભર કલેશ-કલ્પાંતમાંથી ઉગારો ખરો ? ત્યારે માણસને કોઈ ને કોઈ વસ્તુની આસક્તિ વળગી, લગની જાગી તો એની પાછળ શું એ સુખી અને સ્વસ્થ બને છે ? આ વિશાળ પૃથ્વી પર નજર નાખશો તો દેખાશે કે નાની નાની કે મોટી મોટી દુઃખની પોક પડે છે તે વધારે પડતી આશા, આસક્તિ, મમતા, તૃષ્ણા વગેરેના મૂળમાંથી જ ઉઠેલી હોય છે. ટૂંકમાં, ક્રોધ-માન-માયા લોભરૂપી આંતર સંસાર એના નાચના પરિણામે દુ:ખોની આગમાં સળગાવે છે ! માટે સંસાર દુઃખફલક છે એ વાત નિર્વિવાદ છે. આ તો અહીંના દુઃખની વાત થઈ, પરંતુ પછી પરલોકના દુ:ખનો તો વિચારમાત્ર પણ કમકમાટી ઉપજાવે છે. બોલો છો ને “સુણી કંપે સમકિતવંત રે...' ? માનશો નહિ કે પરલોકમાં કોણ જોવા ગયું છે. તમારી નજર સામે કઈ કીડી-મંકોડા વગેરે નાના જંતુઓ અને પશુ-પંખી વગેરે મોટા પ્રાણીઓ દુ:ખી દુ:ખી દેખાય છે, તમારે નહિ ને એને એવી દુઃખમય સ્થિતિ ક્યાંથી ઊભી થઈ ? જીવ તો એ પણ છે ને તમે પણ છો છતાં કેમ આટલો બધો ફરક ? સમજવું જ પડશે કે પૂર્વ ભવના ખેલેલા બાહ્ય અને આભ્યન્તર સંસારના એ દુઃખદ પરિણામ છે. તો પછી એમ પણ નહિ કહેતા કે- “હશે, જોઈશું પડશે એવા દેવાશે, જે બનશે તે બનશે, આવું કેમ નહિ કહેવાનું ? કારણ છે, એ જ તિર્યંચ સૃષ્ટિના દુઃખો જોયા જાય એવા નથી હોતા. ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy