________________ માથે પડે છે, અગર મૂર્ખતામાં ઉતરે છે, એ બધો વિચાર કરાય તો અનર્થનો ખ્યાલ આવે. ત્યારે આપમતિમાં તણાવાથી તો કેટલીય વાર ઠોકર ખાવી પડે છે ને નુકસાનમાં મૂકાવું પડે છે ! જીવનમાં મળતી દુર્લભ સોનેરી તકોને આપમતિમાં ગુમાવવાનું થાય છે, ને મનમાન્યા પણ અવળા રસ્તે, અવળી પ્રવૃત્તિમાં ચઢવાથી ભારે આગળ વધવાનું ચૂકાય છે, ને પોતાની કિંમતી શક્તિઓ મામૂલી વાતમાં વેડફાઈ જાય છે, તેમ નુકસાન વહોરવું પડે છે એ જુદું. તો, હઠાગ્રહમાં રાવણે ઈજ્જત ખોઈ ! મહામૂલું માનવજીવન ગુમાવ્યું ! આજે નવી પ્રજા આપમતિ અને હઠાગ્રહમાં ક્યાં અનર્થો નથી અનુભવતી ? તમારા જીવનમાં ય સંપત્તિનાશ, રોગ, સ્નેહભંગ, હાયબળતરા વગેરે દુ:ખદ પરિણામો જોયા છે ને ? બધાનો સાર એ છે કે ચાહ્ય હુંપદ હો, આપમતિ હો કે હઠાગ્રહ હો, એ બધા જે માનના રૂપકો છે, એ માન કષાયરૂપી સંસાર દુઃખફલક છે. ત્યારે શું માયા કષાય એટલે કે વક્રતા, દંભ, ભેદનીતિ, શઠતા, દાવપેચ વગેરેના પરિણામમાં સુખ મળે છે ? દંભી અને વક્ર માણસ બીજાનો વિશ્વાસ ગુમાવે છે, પ્રેમ ગુમાવે છે, પ્રતિષ્ઠા ગુમાવે છે. ત્યારે જેની પાસેથી સ્વાર્થ છે, એનો વિશ્વાસ ગુમાવ્યા પછી દુઃખ શું ઓછું લાગે છે ? પ્રેમને બદલે અરુચિ-દ્વેષ દેખવા મળે ત્યાં મન કેટલી વ્યથા અનુભવે છે ? પ્રતિષ્ઠા ખલાસ થઈ ત્યાં કેટકેટલી વિપદા ઊભી થાય છે ? બધું મૂળ દંભરૂપી આંતર સંસારના હિસાબે જ ને ? ભેદનીતિ કરવા જતાં, શઠતા રમવા જતાં, ને દાવપેચ ખેલવા જતાં પાસા ઊંધા પડ્યે ટાંટિયા કેવા ગળામાં ભરાય છે ! કેવા કેવા માર ખાવા પડે છે ! એ બધું જગતમાં જોવા મળે છે ને ? કદાચ પાસા સીધા પડે તો ય આગળ જતાં કેઈ નવા દુ:ખદ લફરા ઊભા થાય છે ! એવું જ લોભ, તૃષ્ણા, મમતા, રાગાંધતા, આસક્તિ વગેરે પણ, સારી રીતે દુઃખ, પીડા, સંતાપના ખાડામાં ઉતારે છે, એ દરેકના અનુભવનો વિષય છે. સટોડિયાના બેહાલ, ભાગીદાર કે નોકરોનો ઉપાધિ થી સમાધિ તરફ