SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરપ્રવૃતિઓમાં પ્રકૃતિઉદીરણાનું સ્વામિત્વ (1) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14 :- ૧લા ગુણઠાણાથી ૧૨માં ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધીના જીવો આ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. (2) તૈજસ 7, વર્ણાદિ 20, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર 2, અસ્થિર ર = 33 :- ૧લા ગુણઠાણાથી ૧૩માં ગુણઠાણા સુધીના જીવો આ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. (3) ઉપઘાત - શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત શરીરસ્થ જીવો ઉપઘાતની ઉદીરણા કરે છે. (4) સૂક્ષ્મ કિટ્ટિકૃત લોભ :- ૧૦માં ગુણઠાણાની ચરમાવલિકામાં નહીં રહેલા ૧૦માં ગુણઠાણાવાળા જીવો આ પ્રકૃતિની ઉદીરણા કરે છે. (5) ત્રસ 3, સ્થાવર 3, ગતિ 4, જાતિ 5, દર્શન મોહનીય 3, વેદ 3 = 21 :- તે તે કર્મના ઉદયવાળા સયોગી જીવો આ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. (6) દેવાયુષ્ય :- દેવાયુષ્યની ચરમાવલિકામાં નહીં રહેલા દેવો દેવાયુષ્યની ઉદીરણા કરે છે. (7) નરકાયુષ્ય :- નરકાયુષ્યની ચરમાવલિકામાં નહીં રહેલા નારકો નરકાયુષ્યની ઉદીરણા કરે છે. (8) તિર્યંચાયુષ્ય :- તિર્યંચાયુષ્યની ચરમાવલિકામાં નહીં રહેલા તિર્યંચો તિર્યંચાયુષ્યની ઉદીરણા કરે છે. (9) મનુષ્યાયુષ્ય :- મનુષ્યાયુષ્યની ચરમાવલિકામાં નહીં રહેલા
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy