________________ 5. 106 જઘન્ય પ્રદેશઉદીરણાના સ્વામી 4. સમ્યકત્વમોહનીય :- પછીના સમયે મિથ્યાત્વ પામનાર અતિસંક્લિષ્ટ સમ્યગ્દષ્ટિ સમ્યક્ત્વમોહનીયની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. મિશ્રમોહનીય :- પછીના સમયે મિથ્યાત્વ પામનાર અતિસંક્લિષ્ટ મિશ્રદષ્ટિ મિશ્રમોહનીયની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. ગતિ 4, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક 7, વૈક્રિય 7, તેજસ 7, સંસ્થાન 6, સંઘયણ 6, વર્ણાદિ 20, ખગતિ 2, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, નિર્માણ, ઉદ્યોત, ત્રસ 10, અસ્થિર 6, ગોત્ર 2, અંતરાય 5 = 89 :- સર્વોત્કૃષ્ટ સંક્લેશવાળા પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો આ પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. આહારક 7 :- તત્કાયોગ્યસંક્લિષ્ટ આહારકશરીરી સંયત આહારક ૭ની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. આનુપૂર્વી 4 :- ત~ાયોગ્યસંક્લિષ્ટ વિગ્રહગતિવાળા જીવોને આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા થાય છે. આતપ:- સર્વસંક્લિષ્ટ ખર બાદર પૃથ્વીકાય આતપની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. 10. એકેન્દ્રિય, સ્થાવર, સાધારણ = 3:- સર્વસંક્લિષ્ટ એકેન્દ્રિય આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. 11. સૂક્ષ્મ :- સર્વસંક્લિષ્ટ સૂક્ષ્મ એકેન્દ્રિય આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે. L. પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા ૮૯ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 153 ઉપર કહ્યું છે કે, “સર્વસંક્લિષ્ટ બાદર એકેન્દ્રિય આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશઉદીરણા કરે છે.”