________________ દશ પ્રકારની ઉપધિનું પરિમાણ 37 અને બીજી ઊનની નિષદ્યા હોય છે. સૂતરાઉ નિષદ્યા એકેન્દ્રિય જીવના અવયવમાંથી બનેલી હોય છે. ઊનની નિષદ્યા પંચેન્દ્રિય જીવના અવયવમાંથી બનેલ હોય છે. રજોહરણ એક હોય છે. વસ્ત્ર ત્રણ પ્રકારના હોય છે - 1) એકેન્દ્રિય જીવના અવયવમાંથી બનેલ - સૂતરાઉ વસ્ત્ર વગેરે. 2) વિકલેન્દ્રિય જીવના અવયવમાંથી બનેલ - રેશમી વસ્ત્ર વગેરે. 3) પંચેન્દ્રિય જીવના અવયવમાંથી બનેલ - ઊનના વસ્ત્ર વગેરે. (4) મુહપત્તિ - સંપાતિમ જીવોની રક્ષા માટે અને રજને પ્રમાર્જવા મુહપત્તિ રખાય છે. વસતિ પ્રમાર્જતી વખતે તેનાથી નાક અને મુખ બંધાય છે. તે 16 અંગુલ લાંબી-પહોળી હોય છે અથવા મુખપ્રમાણ હોય છે. તે એક હોય છે. (પ-૭) 3 કપડા - ગોચરી જવું, દેરાસર જવું વગેરે માટે, ઘાસઅગ્નિનો ઉપયોગ ન કરવા, ધર્મધ્યાન-શુક્લધ્યાન માટે, ગ્લાન માટે, મૃતક માટે કપડા રખાય છે. તે ત્રણ હોય છે - બે સૂતરાઉ અને એક ઊનનો. વિહારમાં તે ખભા ઉપર નખાય છે. તે લંબાઈમાં શરીર પ્રમાણ અને વિસ્તારમાં અઢી હાથ પ્રમાણ હોય છે. સ્થવિરોને કપડાનો વિસ્તાર કંઈક અધિક હોય છે. (8) સંથારો - તે અઢી હાથ લાંબો અને 1 હાથ 4 અંગુલ પહોળો હોય છે. (9) ઉત્તરપટ્ટો - તે અઢી હાથ લાંબો અને 1 હાથ 4 અંગુલ પહોળો હોય છે. (10) ચોલપટ્ટો - તે 4 હાથ પહોળો અને 1 હાથ 4 અંગુલ લાંબો હોય છે. સ્થવિરોને પાતલો ચોલપટ્ટો હોય છે અને યુવાન સાધુઓને જાડો ચોલપટ્ટો હોય છે. સવારે ઓઘો છોડી પહેલા અંદરથી ઓઘાનું પછી નિશીથીયાનું