________________ 81 સાંજના પડિલેહણની વિધિ પડિલેહણ પહેલા કરે અને રજોહરણનું પડિલેહણ છેલ્લે કરે. (4) બે આદેશ માંગ્યા પછી મુહપત્તિ, ચોલપટ્ટો, ગુચ્છા, ચરવળી, ઝોળી, પડલા, રજસ્ત્રાણ, પાત્રાસન, માત્રક અને પાત્રાનું પડિલેહણ કરે. (5) પછી ઉપાશ્રયનું પ્રમાર્જન કરે. (6) પછી ખમાસમણું આપીને સ્થાપનાચાર્યનું પડિલેહણ કરે. ગુરુ, ગ્લાન, નૂતનદીક્ષિત વગેરેની ઉપધિનું પડિલેહણ કરે. (7) પછી ખમાસમણું આપીને ઉપાધિમુહપત્તિનું પડિલેહણ કરે. (8) પછી ખમાસમણું આપીને સઝાય કરે. (9) પછી ખમાસમણું આપીને “ઉપધિ સંદિસાહું નો આદેશ માંગે. (10) પછી ખમાસમણું આપીને ઉપધિ પડિલેહુંનો આદેશ માંગે. (11) પછી પોતાની ઉપધિનું પડિલેહણ કરે. (12) પછી ચાર ખમાસમણા આપે. ચંડિલભૂમિના પડિલેહણ માટે બે ખમાસમણા આપે, ગોચરચર્યાના પ્રતિક્રમણ માટે અને કાઉસ્સગ્ગ માટે બે ખમાસમણા આપે. સવારે ક્યારે ક્યારે શેનું શેનું પડિલેહણ થાય? કયા સમયે? શેનું પડિલેહણ? દશ પ્રકારની ઉપાધિ (તે પૂર્વે જણાવેલ છે) પાદોનપોરિસી સાત પ્રકારનો પાત્રનિર્યોગ (તે પૂર્વે જણાવેલ છે) છેલ્લો પ્રહર બાકી બધી ઉપાધિ અને બધો પાત્રનિર્યોગ હોય ત્યારે પક્ષ્મી, ચઉમાસી, | વીંટીયા સહિત બધી ઉપાધિ અને બધો પાત્રનિર્યોગ સંવત્સરી -