SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ પદ નિજ માંહિ લહ્યું શ્રદ્ધા સમ્યગૂ જોઇએ. બુદ્ધિના સહારે મેળવેલ વર્ષાદ કે નવતત્વના ભેદ-પ્રભેદની જાણકારી તે તે માત્ર માહિતી, જ્ઞાન નહીં. જ્ઞાન તે તે જ કે જે સ્વનું ભાન કરાવે. સ્વને અનુભવ કરાવે, સ્વને સ્વમાં સ્થિર કરાવે. અહીં સુપાત્ર શિષ્ય ગુરુદેવની સહજ સમાધિ અવસ્થાના દર્શને, અત્યંત ઉલ્લસિત થયું છે અને પિતે પિતામાં ઉતરી ગયો છે. ગુરુદેવની ધ્યાનદશા શિષ્યને અંતર્મુખી બનાવે છે. આ અંતર્મુખતા શિષ્યના આત્મ-પ્રદેશમાં રાસાયણિક પ્રક્રિયા કરવા માંડે છે. જે રસ વિભાવ રૂપ પ્રવહતે હવે તે રસમાં પરિવર્તન આવતાં સ્વભાવ રૂપમાં ગતિમાન થયે. આખુંયે ચેતનતંત્ર, આત્માની શુદ્ધ ઉપગ ધારાના પાવરથી કાર્યરત થયું. જેમ-જેમ કાર્ય થવા માંડયું તેમ-તેમ શિષ્ય તેને અનુભવ કરવા માંડે અત્યાર સુધીનું કૃત, તેનાં આંતરચક્ષુથી દષ્ટ થવા માંડયું અને હવે એ અનુભૂત પણ થવા માંડ્યું. આ અનુભૂતિ બાહ્ય નથી. આંતર–અનુભૂતિ છે. આત્માની ગહનતામાંથી નિવૃત છે. આત્માના એક–એક પ્રદેશે રહેલી વેદક શક્તિ સક્રિય થઈ ઉઠી. એ સક્રિયતા એટલી તીવ્ર છે કે શિષ્યના દેહમાં પ્રસ્કૂટિત થવા માંડી. પુદ્ગલ એવા દેહમાં, રોમાંચકતા થઈ. મુખકમલ પ્રસન્ન થઈ ઉઠયું. નયનેમાં સૌમ્યતા અને વદન પર ગંભીરતા પ્રસરી ગઈ. તંભિત થયેલી વાણુને પ્રવાહ આત્માના ભાવ સાથે પ્રવાહિત થવા માંડયા. સાધક-શિષ્યના ભાવે ને વાચા ફૂટી– સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજ માંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન...૧૧૯.. કૃતજ્ઞતાના ભાવથી ભરેલે શિષ્ય, પિતાને થયેલા આત્માનુભવને વાણી દ્વારા પ્રદર્શિત કરી રહ્યો છે. પણ સર્વ પ્રથમ ગુરુદેવના ઉપકારને સ્મરે છે. બેધિબીજની પ્રાપ્તિ પિતાને, પોતામાં, પિતાથી જ થઈ છે પરંતુ શિષ્યના રોમે-રોમમાં એ શ્રદ્ધા ભરી છે કે સરુનાં ઉપદેશને વેગ ન મળે હેત, આવું ઉત્તમ નિમિત્ત ન મલ્યું હતું, તે મારામાં એવી
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy