SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ 330 સૌરાષ્ટ્રને ઇતિહાસ સુધી લડયા કર્યા અને આખરે તેને હરાવ્યું. શેરખાન બે વર્ષ ગુજરાતમાં રહ્યો અને અહીં દલપતરામ ઈ. સ. ૧૬પ૦માં ગુજરી જતાં જગન્નાથ ઝાલાએ કારભાર સંભાળે. આરબનું બં: સૌરાષ્ટ્રની પ્રજાને કચડી નાખવા આરબેની ભાડૂતી ફેજે શેરખાને રાખેલી. આ ભાડૂતી આરબો પ્રબળ થતા ગયા. શેરખાન પાસે તેમને પગાર ચૂકવવા માટે પૈસા ન હતા; તેથી તેઓએ ઉપરકેટમાં દારૂગોળ ભરી બંડ ઉઠાવ્યું. જગન્નાથ તથા તેના ભાઈ રૂદ્રજી તેઓના વકીલ હતા. તેમને શેરખાને પિતાના પક્ષમાં લીધા, અને આરનો દારૂગોળે દગાથી બહાર કઢાવી ઘેરે ઘાલે, પણ આબેએ ટક્કર ઝીલી. શેરખાનની આશાઓ ધૂળમાં મળી. તેણે શેખ મહમદ ઝુબેદિીને ગેંડળના ઠાકર કુંભાજી પાસેથી, ઘેરાજી પરગણું માંડી આપી, પૈસા લેવા મોકલ્યા. સુબેદીએ આરબને પૈસા ચૂકવ્યા અને બંડ શાંત પાડયું. ધ્રાંગધ્રા : પિતાના ભાણેજ જામ તમાચીને રાજ અપાવવા માટે ભેગ આપનાર રાજ પ્રતાપસિંહ ઈ. સ. 1718 માં ગાદીએ બેઠા અને ઈ. સ. ૧૭૩૦માં ગુજરી ગયા. તેના પાટવી રાયસિંહજી હળવદની ગાદીએ આવ્યા. અનેક યુદ્ધાથી વિખ્યાત થયેલું અને અનેક શૂરવીરોના શેણિતથી રંગાયેલું હળવદ તેણે છોડી ઈ. સ. 1730 પછી તરત જ ધ્રાંગધ્રાને કિલ્લો બાંધી ત્યાં રાજધાની કરવા જના કરી. (ખરેખર રાજધાની તે ઈ. સ. ૧૭૮૨માં થઈ.) તેના પાટવી ગજસિંહજી હતા. તે સિવાય બીજા પાંચ કુંવરે હતા. તેમને જાગી ન આપવા તેને વિચાર છે, તે જાણ કુમાર સેસાભાઈ બહારવટે નીકળ્યા. તેને પાટવી કુમાર જ સહાય કરવા મંડયા. રાજ રાયસિંહને થયું કે જેના માટે બીજા કુંવરોનું મન તેણે દુભાવ્યું છે તે પાટવી કુમાર જ તેને સહાય કરે છે. તેથી તેણે બીજા કુંવરેનું સમાધાન કર્યું. પિતાને મળેલાં માથક વગેરે ગામેથી સંતોષ ન થતાં સેસાભાઈએ બહારવટું ચાલુ રાખ્યું. તે પછી તેનું સમાધાન કરી તેને નારિયાણું ગામ ગિરાસમાં આપ્યું. સાયેલા રાજ્યધાની સ્થાપના ઇ. સ. ૧૯પ૧ : ગજસિંહજી ઈ. સ. ૧૭૪૫માં તેના પિતાના મરણ પછી ગાદીએ બેઠા; તે પછી સેસાભાઈની લાગવગ બહુ વધી ગઈ. તેથી ગજસિંહજીનાં રાણી તેને પિયર વરસોડા તેના કુંવરને લઈને ચાલ્યાં ગયાં. સેસાભાઈએ તે પછી થોડા જ વર્ષમાં ગજસિંહજીને પદભ્રષ્ટ કરી પિતે ધ્રાંગધ્રાને કબજે લીધે. ગજસિંહજી તેના કાકા કલાભાઈ પાસે બાવલી નાસી ગયા અને વરસેડાથી તેનાં રાણું મરાઠા સરદાર ભગવંતરાવ તથા રાધનપુરના બાબી કમાલુદીનખાનની સહાય લઈ ધ્રાંગધ્રા આવ્યા અને ધ્રાંગધ્રા પાછું લીધું. આ કામમાં સાયલાના કાઠીઓએ ગજસિંહજીને સહાય કરેલી. તેથી સેસાભાઈએ સાયેલા ઉપર
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy