SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ મુગલ સામ્રાજ્ય શેરખાનની રાજ્યવ્યવસ્થા: શેરખાનના વિશ્વાસુ વસંતરાય પુરબિયા નામના એક સરદારને તેણે જૂનાગઢને કારભારી ની. શેરખાન ગુજરાતમાં ગયે ત્યારે વસંતરાયે જૂનાગઢને કબજે કરી લીધે પણ દલપતરામ દીવાને તેને મારી, કાઢી મૂકયે. વસંતરાયે માણસિયા ખાંટને પિતાના પક્ષમાં લઈ ઉપરકેટ જીતી લીધે અને જુનાગઢની આજુબાજુ લુંટફાટ કરવા માંડી. દલપતરામ તેની સામે તેર માસ તે ઈ. સ. 1630 લગભગ અફઘાનિસ્તાનમાંથી આવ્યા અને શાહજહાંના દરબારમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું. તેને પુત્ર શેરખાન ગુજરાતમાં મુરાદાબક્ષ બે થઈને આવ્યો ત્યારે તેની સાથે આવ્યું. આ શેરખાનને ચાર પુત્રો હતા :1 મુબારીઝખાન, 2 મુઝફફરખાન, 3 જાફરખાન અને 4. શાહબાઝખાન. | મુબારીઝખાન કરીને નાયબ ઉજદાર હતો. મુઝફફરખાન પણ પાટણને નાયબ ફોજદાર હતા. તેને કેળીએાએ મારી નાખે. જાફરખાન ચારે ભાઈઓમાં નસીબદાર હતો. તેના પિતાના મૃત્યુ પછી તેને ઇ. સ. ૧૬૯૦માં બહાદુરખાનને ઇલ્કાબ મળ્યો તથા પાટણને નાયબ ફોજદાર નિમાયે. સફદરખાને રાધનપુર, શમી, મુજપુર તથા તેરવાડાની જાગીર મેળવી. દુર્ગાદાસ રાઠોડને હરાવવામાં તેણે અગત્યનો ભાગ ભજવતાં તેની લાગવગ અમદાવાદમાં વધી ગઈ. પરિણામે તેના પુત્રી પણ ખૂબ આગળ આવ્યા. શાહબાઝખાનના વંશજે રાણપુરની જાગીર મેળવી. સફદરખાનના બે પુત્રો સલાવતમહમદખાન અને મહમદ શેરખાન હતા. શેરખાનને ખાનજહાન જવાંમર્દખાનને ઈલ્કાબ મળે અને તે સાથે ઇ. સ. ૧૭૧૬માં તેની રાધનપુરના ફેજદાર તરીકે નિમણુક થઈ. તેણે રાધનપુરની ગાદી સ્થાપી. સલાવતમહમદખાન ગોહિલવાડને નાયબ ફોજદાર હતો અને ક્રમશ: વીરમગામને ફેજદાર છે. તેને ત્રણ પુત્રો થયા : 1. શેરખાન, 2. દિલેરખાન અને 3. શેરઝમાનખાન. શેરખાને બહાદૂરખાન નામ ધારણ કરી જૂનાગઢની ગાદી ઈ. સ. 1747 લગભગ સ્થાપી તથા પોતાના ભાઈઓ દિલેરખાન તથા શેરઝમાન ખાનને બાંટવા, લીંબુડા પરગણુની ચોરાસી (84 ગામો) તથા થાણદેવડ પરગણુનાં 24 ગામો આપ્યાં. આ તાલુકાની પાછળથી ઈ. સ. 1700 લગભગ વહેચણું થઈ અને માણાવદરનાં ગામો દીલેરખાનની ગાદીના ભાગમાં આવતાં માણાવદર રાજ્યની સ્થાપના થઈ. શેરખાન ગુજરી જતાં તેનો પુત્ર મેહાબતખાન જૂનાગઢની ગાદીએ બેઠે તથા બીજા પુત્ર સરદાર મહમદખાને વાડાસિનોરની ગાદી સ્થાપી. બાંટવાના ગામની પુનઃ વહેચણ ઈ. સ. ૧૮૩૧માં થઈ. તેમાંથી સરદારગઢને તાલુકે જુદે પડ્યો અને બાંટવા તાલુકો જુદો થ.. 1. દીવાન રણછોડજીએ “તવારીખે સોરઠમાં સફદરખાનને જાફરખાનને પુત્ર કહે છે. આ તેમની ભૂલ છે. તે જ પ્રમાણે કનલ કરે “ગવર્નમેન્ટ સીલેકશન, ૩૯માં આ બાબીઓનાં નામ બાબતમાં ગોટાળો કરી મૂકે છે. - 2, બહારદુરખાન પોતાની સાથે 1, મહમદવલીખાન, 2. અબદુલખાન પટણી, 3. ફરીદખાન કરાણી, 4. બુલીખાન યુસુફઝાઈ, 5. કામેશ્વર પંત, 6, કરશનચંદ બક્ષી 7 પીતાંબર મેદી તથા 8. મુગલરાય નાગરને લેતા આવેલા H (તવારીને સોરઠ). 42
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy