SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 20 સૌરાષ્ટ્રને ઇતિહાસ પાણી તેમાંથી બેધમાર વહેવા માંડ્યું. તેમાં ઝાડ, વેલા, લાકડાં, પથ્થરે, કાંકરાઓ તણાવા માંડયાં. ગિરિનગરના પ્રજાજને તેમનું ઉપયોગ કરવાનું પાણું વ્યર્થ વહી જતું હે પિતાના વહી જતા ભાગ્યને રેવા માંડ્યા. મહાક્ષત્રપ રુદ્રદામને પિતાના અંગત ખર્ચમાંથી, ફંડ ફાળે કે વેઠ પ્રજા પાસેથી લીધા સિવાય આ સમારકામ કરવા આજ્ઞા આપી. તેણે માત્ર પિતાના આત્માની ઉન્નતિ અર્થે પ્રજાને જરા પણ સહકાર લીધા સિવાય આ કામ કરવા નિશ્ચય કર્યો. પણ તત્કાલીન સ્થપતિએની કમઆવડતને કારણે આ કામ થઈ શકે તેમ જણાયું નહિ અને જે જબરદસ્ત ફાટ પડી હતી તેને પૂરવાનું તેઓમાં સામર્થ્ય હતું નહિ. આ દુર્દશા જોઈ લેકે અફસેસ કરવા માંડયા. લેકેનું આ દુ:ખ જોઈ સુવિશાએ આ કામ હાથમાં લીધું અને તેની શક્તિ તથા બુદ્ધિચાતુર્યથી તેણે ફાટેલી પાળ પૂરી દઈ પુન: પૂર્વવત્ સ્થિતિમાં આ તળાવ મૂક્યું.' પરદેશી સાર્વભૌમત્વ: રૂદ્રદામનનું મૃત્યુ ઈ. સ. 258 લગભગ થયું હોવાનું મનાય છે. મહાક્ષત્રપ હોવા છતાં તેણે ઈરાનના પાથી અને સમ્રાટને અધિકાર સ્વીકારેલ હોવાનું જણાય છે. આ સાર્વભૌમત્વ માત્ર નામનું જ હશે. દિલ્હીના અંતિમ શહેનશાહોના અમલમાં વિવેક ખાતર તેના સ્વતંત્ર થયેલા સૂબાઓ તેમનું નામ લખતા તેવું આ હશે. ક્ષત્રપ મૂળ ઈરાનના સેનાપતિઓ હતા. એટલે તેમણે વિવેક ખાતર અથવા તેમના તરફથી ચડાઈની બીક ન રહે તે ખાતર આ પદ્ધતિ રાખી હોય તે નવાઈ નહિ. વળી ઈરાનના યુવરાજે તેમનાં બિરુદમાં શકાનશાહ (શકેના શાહ) એમ લખતા અને જ્યાં જ્યાં શકેનું રાજ્ય હતું ત્યાં તેમના રાજ્યપતિ થતા તેઓ શકોના શહેનશાહ હતા તેમ માનતા. શક ક્ષત્રપ તેમને કંઈ ખંડણી આપતા કે કેમ તેને કઈ ઉલ્લેખ જોવામાં આવતું નથી. સાસાનીયન સમયમાં ઈરાનના આધિપત્યનીચેના શક પ્રદેશના હાકેમને “શકાનશાહ કહેતા. ઇરાન : આ સ્થળે ઈરાનને ઈતિહાસ જાણવું જરૂરી છે. . સ. પૂર્વે ૨૫૬માં સેલ્યુકસના રાજ્યના છિન્નભિન્ન થવા સાથે આરસસાઈડ (arsacide)ને વંશ કે જે પાર્થિયન વંશ કહેવાય તે ઈરાનમાં સ્વતંત્ર થયે. અને તે વંશના રાજા મીશ્રાપેટીસ પહેલા એ ઈ. સ. પૂ. 171 થી 138 નેચમાં અને મીશ્રાપેટીસ બીજાએ ઈ. સ. પૂ. 113 થી 88 વચમાં તેમના રાજ્યની સીમાઓ સિંધુ અને જેલમ નદીના કાંઠા સુધી વધારી. ક્ષત્રપ ચસ્ટન અને નાહપાન - 1 રૂદ્રદામનને શિલાલેખ, જાવાગઢ-અશલેખની બાજુમાં છે તેના આધારે. આ લેખમાં બીજી ઘણી વિગતો આપી છે. તેમાં સુવિશાખને પહેલવા જાતિને અને કુલાઈમાને પુત્ર કહ્યો છે. પહેલવા કે પહેલવી ઇરાનીઓ, જરથોસ્ત હતા. આ લેખમાં સ્વાતિકાનું નામ નથી પણ પુશ્યગુપ્ત, તુશાસ્પ, ચંદ્રગુપ્ત, અશોક વગેરેને ઉલ્લેખ છે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy