SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સમય તેમ કરવાથી અસ્થિરતા અને નાશને કાંઠે આવી પડેલું તેનું રાજ્ય તેણે બચાવી લીધું. લગ્ન પછી અલ્પકાળમાં જ તેણે સાતવાહને સાથે પુનઃ યુદ્ધને આર ભ કર્યો અને તેના જામાતા વશિષ્ઠીપુત્ર પાસેથી નાહપાનના સામ્રાજયને ઘણે પ્રદેશ જીતી લીધું. આ પ્રદેશમાં મધ્ય ભારત, રાજસ્થાન, કચ્છ, સિંધ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર મહારાષ્ટ્ર (કેકણ) વગેરે પ્રદેશને સમાવેશ થતો હતો. તેણે દક્ષિણ ભારતના સ્વામી સાતકર્ણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને નાહપાનના અંતિમ વંશજોએ ગુમાવેલા પ્રદેશ અને પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કર્યા.' રૂદ્રદામને આ વિ પછી “મહાક્ષત્રપ”નું બિરુદ ધારણ કર્યું અને દક્ષિણ ભારતના સાતવાહનના સાર્વભૌમત્વને સદાને માટે આ દેશમાંથી દૂર કર્યું. રૂદ્રદમનની રાજધાની ઉજજૈનમાં જ રહી. સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર તેણે સુવિશાખ નામને સૂબે નીમેલે. રાજ્યવિસ્તાર : રૂદ્રદામનનું રાજ્ય સૌરાષ્ટ્ર, ગુજરાત, માળવા, મારવાડ, અનુપ દેશ એટલે વર્તમાન મધ્ય ભારત, અપરાંત દેશ એટલે મહારાષ્ટ્રને સાગર કાંઠે અથવા કંકણ તથા સિંધ સુધી ફેલાયેલું હતું સુદર્શન અને શિલાલેખ : રુદ્રદામનના કાળમાં જૂનાગઢમાં મૌર્ય સમયમાં બંધાયેલું સુદર્શન તળાવ ફાટયું. શક વર્ષ ૭રમાં (ઈ. સ. 150) સૌરાષ્ટ્ર ઉપર એક ભયંકર વાવાઝોડાએ અને ભારે વરસાદે ઘણી ખુવારી કરી. સુદર્શન તળાવ એટલું ભરાયું કે તેની પાળ પાણીના પ્રવાહ સામે ટકી ન શકતાં ફાટી અને સુવર્ણ સાકિતા (વર્તમાન સુવર્ણરેખા કે સનરખ) અને પલાશિની નદીઓ ભારે પૂરમાં આવી અને મોટાં મોટાં ઝાડો ઊખડી પડ્યાં. આ ઝાડ તળાવના માર્ગમાં ભરાયાં અને તેથી વરસતા વરસાદમાં આવેલાં નદીના પૂરમાં તળાવનાં પાણી ભળ્યાં. તળાવની પાળ તથા તેના ઉપર બાંધેલાં મકાનને કાટમાળ તેમાં તણ અને પ્રજા જોખમમાં મુકાઈ. આ પાળની ફાટ 125 હાથ લાંબી પહોળી અને 75 હાથ ઊંડી હતી. 1. ગિરનાર શિલાલેખ તથા Coins of Andhra Dynasty by Rapson. 2. ડે. ભાઉદાજી માને છે કે પારસીનામ સીયાવકશાનું સુવિશાખ થઈ ગયું છે. છે. કેમિસેરિયટ) 3. સુદર્શન તળાવ જૂનાગઢમાં કયે સ્થળે હતું તેને નિર્ણય થતો નથી. વર્તમાન જૂનાગઢ પાસે તેવું કોઈ સ્થળ જણાતું નથી કે જ્યાં આ તળાવને સ્થળને નિર્દેશ કરી શકાય. તે ગિરનાર પાસે હોવાનું માની શકાતું નથી. મારા અંગત મત પ્રમાણે આ તળાવ અત્યારે જ્યાં ત્રિપુર સુંદરીદેવીનું મંદિર તથા ત્રિવેણી સંગમ થાય છે ત્યાં હોવું જોઇએ. કારણ કે પલાશિની તથા સોનરખ ત્યાં મળે છે. વર્તમાન નાગઢને કિલ્લે તે સમયે હતો નહિ. કિલ્લા બાજુથી જતી સડક તથા શહેરના અમુક ભાગ તેમજ ધારાગઢ બાગ વગેરે તેમાં આવી જતા હશે. .
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy