SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ 165 ૨જપૂત સમય તેના ભાઈ હનુજીને બગડ, માનસિંહને ટાટમ, દેપાળજીને પાળિયાદ, મેઘાજીને જમરાળા અને દુદાજીને તુરખા આપ્યાં. પાંચમે ભાઈ વસેછ કેળી કે મેર કન્યા પર. તેને ખસ ગામ મળ્યું હતું. તેથી તેના વંશજો ખસિયા કહેવાયા. બીજું મંતવ્ય : બીજું મંતવ્ય એ છે કે આ શાલિવાહન પિઠણને નહિ, પણ મેવાડમાં ઈ સ. ૬૭૫માં બીજો શાલિવાહન થયે. તેના અધિકાર નીચે ખેડ પ્રદેશ હતું, જે હાલ વર્તમાન જોધપુર રાજ્યમાં છે) ગુજરાતમાં સિદ્ધરાજ રાજ્ય કરતે તે સમયમાં ગેહિલવંશીઓ ખેડથી અણહિલપુર જઈ તેની સેવામાં રહ્યા. ગેહિલવંશી સહારને પુત્ર સહજીગ સિદ્ધરાજને અંગરક્ષક થયે. તેને સૌરાષ્ટ્રમાં જાગીર મળી. સહજીગના પુત્ર મુલક અને સોમરાજ થયા, જેમાં મુલક પિતાને ઉત્તરાધિકારી થયે. આ કથન માંગરોળના એક શિલાલેખના આધારે થયું કહેવાનું જણાય છે. પણ બને ગોહિલે હતા. બન્નેમાં સહજીગ કે સેજક નામ હતું. તેથી પ્રસિદ્ધ અને સર્વમાન્ય ઈતિહાસને વિકૃત સ્વરૂપ આપી સૂર્યવંશી ગુહાના વંશજોને આ ચંદ્રવંશી ગોહિલે સાથે મેળવી દેવાનું વિધાન અસ્વીકાર્ય બની જાય છે. કાઠીઓ : મહીપાળને પ્રધાન મોતીશા હતું. તેણે તેના વર્તનથી પ્રજાને ત્રાસ આપે. અને અદ્યાપિ પર્યત રાહની પ્રજાપ્રિયતા ઓછી થઈ. કેટડાના કાઠી 1. “ઉદયપુર રાજ્યકા ઇતિહાસ’: શ્રી. ગૌ. હી. ઓઝા. 2. સેઢડી વાવને શિલાલેખ (ભાવનગર ઇન્સ.) 3. શ્રી. ઓઝાને વળાના કારભારી શ્રી. લીલાધરભાઈ પાસેથી મળેલા ઇતિહાસમાં તેમને “ચંદ્રવંશ સરદાર ગૌત્ર ગૌતમ વખાણું શાખા માધવી સાર કે પ્રવર ત્રિ જાણું. અગ્નિદેવ ઉદ્ધારદેવ ચામુંડા દેવી પાંડવ કુલ પરમાણુ આદ્ય ગોહિલ મૂળ એવી વિકમ વધ કરનાર નૃપ શાલિવાહન ચક થયો તે પૂછી ઓલાદમાં સોરઠમાં સેજક થ >> પુષ્કરને સં. 1243 (ઈ. સ. ૧૧૮૬)ના શિલાલેખમાં ગુહિલવંશી ઠાકુર કલ્હણને ગૌતમ ગોત્ર લખ્યો છે, જયારે મધ્યપ્રદેશમાં દમેહના લેખમાં વિજયસિંહ ગુહિલને વિશ્વામિત્ર ગાત્ર લખ્યો છે. મેવાડમાં ગુહિલે તેમને વૈજપાયન માને છે. ક્ષત્રિયો તેમના પુરોહિતના ગાત્રને પિતાનું ગણે છે. (ઉદયપુર રાજ્યના ઇતિહાસ : શ્રી. એઝા) * વિશેષમાં બી. ઓઝા મંડલિક કાવ્યને નીચેને બ્લેક ઉદ્દત કરી એમ પ્રતિપાદન કરે છે કે સૌરાષ્ટ્રના ગોહિલે સૂર્યવંશી છે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy