SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 164 સૌરાષ્ટ્રનો ઇતિહાસ સૂતા કે કેમ તે જણાતું નથી, પણ ખેરગઢની ગાદીએ સેજકજી હતા. એટલે ઝાંઝરજી પણ રણક્ષેત્રમાં વીરગતિને પામ્યા હશે. સૌરાષ્ટ્રમાં: સેજકજી તેના કુટુંબીઓ, સૈનિકે તથા અશ્વો લઈ સૌરાષ્ટ્રમાં આવ્યા અને પ્રથમ પંચાળમાં મુકામ કરી રાહના દરબારમાં આવ્યા. રાહ મહીપાળે તેના બેભાને છાજે એવું સન્માન કર્યું અને રાજાના પણ તરીકે રાખ્યા. સેજકજીને બે રાણીઓ હતી. એક રાણીથી કુંવર રાણોજી તથા એક કુંવરી હતાં તથા બીજી રાણીથી કુંવર શાહજી, સારંગજી અને વાલમકુંવર હતાં. રાહે સેજકજીને શાહપુર તથા ફરતાં બાર ગામ જાગીરમાં આપ્યાં. ગેહિલની છાવણીમાં, રાહના યુવરાજ ખેંગારને ઘાયલ કરેલ શિકાર ગયે, ખેંગારે તે માગતાં ક્ષત્રિય રીતિ મુજબ ગેહિલેએ શરણાગતને સેંયે નહિ ત્યારે યુદ્ધ થયું. તેમાં બંને પક્ષે ઘણા માણસો મરાયા. રાહની કચેરીમાં સેજકજી બેઠા હતા. ત્યાં ખબર આવી કે તેના માણસેએ ખેંગારકુંવરને મારી નાખ્યા. તેથી સેજકજી પ્રણામ કરી ઊભા થયા. ત્યારે રાહે પૂછતાં કહ્યું કે “મારા માણસોએ મારા આશ્રયદાતા ઉપર આવું દુ:ખ નોતર્યું છે. એટલે હવે હું શું મેઢે અહીં બેસું?” રાહે હસીને કહ્યું કે “ક્ષત્રિયપુત્રે મરવાને જ જન્મે છે. તમારા માણસેએ ક્ષાત્રધર્મ પ્રમાણે કર્તવ્ય કર્યું છે. પુત્રો તે મળશે; પણ તમારા જેવા મિત્ર નહિ મળે.” પણ તરત જ ખબર આવી કે પ્રથમને ખબર છેટા છે. ખેંગાર મરાયા ન હતા પણ પકડાયા હતા. સેજકજીએ તેથી તેની કુંવરી વાલમકુંવર ખેંગારને પરણાવી. તેના ભાઈઓ શાહજી અને સારંગજી રાહની સેવામાં રહ્યા. શાહજીને માંડવીની ચોરાસી અને સારંગજીને અર્થિલાની ચોવીસી આપી. સેજકજીએ તે પછી રાહના શત્રુઓ પાસેથી ઘણે પ્રદેશ જીતી દીધું અને પંચાળમાં કાઠીઓ પાસેથી ઘણે પ્રદેશ હસ્તગત કરી ત્યાં સેજકપુર વસાવ્યું અને 1. સેજકજીને તેને વછરના કારણે મારવાડ ભાગવું પડયું તે લેકવાર્તા છે. આ વાર્તા રસિક હેઈ વાંચવા જેવી છે. (સૌરાષ્ટ્રની રસધાર) 2. નબળી પડતી સત્તાને આવા વીરપુરુષોના સહકારથી પ્રબળ બનાવી શકાશે, એ કારણે અથવા સૌરાષ્ટ્રના આતિથ્યસત્કારના ધર્મની ભાવનાથી પ્રેરાઈ રાહે સેજકજીને સત્કાર્યો હશે. 3. શાહપુર વંથલીન રાઠોડોનું જોર તેડવા સેજકજી દ્વારા વસાવ્યું હોવાનું જણાય છે. શાહજીના નામ ઉપરથી શાહપુર પડયું હોય તેમ જણાય છે. માંડવી કર્યું તે સમજાતું નથી. પણ તે શત્રુંજય પાસે હતું. અર્થિલા તે લાઠી. શાહજીના વંશજે પાલીતાણામાં અને સારંગજીના વંશજે લાઠીમાં રાજ્ય સ્થાપ્યાં છે. 4. કર્નલ વેન સેજકપુર વસ્યાનું વર્ષ, શિયાળબેટના ઇ. સ. ૧૨૪૪ના પાળિયા ઉપરથી ઇ. સ. ૧૨૪૪નું મૂકે છે. પણ સેજકજી આ દેશમાં ઈ. સ. 1250 પછી આવ્યા. આ લેખમાં સહજીગપુરના પાલીવાવના વણિકોએ મલ્લિનાથ મહાદેવની સ્થાપના કરી તેને ઉલ્લોખ છે. સહજીગ માંગરોળના ગોહિલનું નામ હતું, અને તેણે વસાવેલું સહજીગપુર કોઈ અન્ય હશે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy