SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ રજપૂત સમય આ રાજાને તક મળી હોત તે એક મહાન રાજા થઈ શકત, પણ ગુજરાતના રાજાઓ અને પાડેશીઓના કારણે તે બહાર નીકળી શકયો નહિ, એટલું જ નહિ પણ તેના અંતિમ દિવસમાં તેના રાજ્યના કેટલાક પ્રદેશે તેની પડતી દશાને લાભ લઈ જેઠવા તથા વાજાઓએ દબાવી દીધા હતા. રાહ મહીપાલ ૩જે : ઈ. સ. ૧૨૩૦થી ઈ. સ. 1253. રાહ મહીપાલના સમયમાં ગુજરાતના રાજકારણે પલટે ખાધે. વાઘેલાનું પરિબળ થયું, અને પાટણની ગાદી ઉપર તેઓ આંખે માંડીને બેઠા. ધોળકાને મહામંડલેશ્વર લવણપ્રસાદ વાઘેલે લગભગ સ્વતંત્ર થઈ ગયો હતે. સેલંકીના દીધે રાજ્યકાળના પતનની ઘડીઓ ગણાતી હતી અને એ સાથે રાહના પવિત્ર વંશમાંથી પણ શીય અને વીરતા મરી પરવારતાં હતાં. રાહે આ સમયે ધાર્યું હોત તે સૌરાષ્ટ્ર જ નહિ પણ ગુર્જરરાષ્ટ્રને રાજમુકુટ પિતાને શિરે મકી શકત; પણ રાહ મહીપાલ પાસે તેના પૂર્વજોની વીરતા કે દીર્ધદષ્ટિ ન હતી. વસ્તુપાળ-તેજપાળ : ગુજરાતમાં વાઘેલાઓના ઉદય સાથે તેમના પ્રધાન વસ્તુપાળ-તેજપાળ પણ તેટલા જ પ્રકાશમાં આવ્યા. તેઓ ધોળકાના વાઘેલાના મંત્રીઓ હતા અને યુદ્ધવીરે પણ હતા. તેમણે ઈ. સ. ૧૨૩૨માં ગિરનાર ઉપર તેમજ શત્રુંજય ઉપર સુંદર જૈન દેવાલય બંધાવ્યાં. સૌરાષ્ટ્રમાં આ મંદિરે ઐતિહાસિકતા ધાર્મિકતા અને સ્થાપત્યનાં મૂર્તિમંત પ્રતીક છે. વસ્તુપાળ તથા તેજપાળે એ મંદિરે પાછળ અઢળક ધન ખસ્યું છે. ગુજરાતના રાજાને જ્યોતિષી (મંત્રી) ઉ હતા. તેના પુત્ર માધવ, લુલ અને ભાભ ગુજરાત પતિના વંશપરંપરાના મંત્રી હતા, એટલું જ નહિ પણ ભીમના મિત્ર હતા, તેને પુત્ર શ્રીધર સેનાનાયક પણ હતું. શ્રીધર ઇ. સ. ૧૨૧૬માં હતા. જુઓ પ્રભાસપાટણની શ્રીધરપ્રશસ્તિ. (ભાવ. ઇન્સ.) એટલે નાગરો ઘણા વખત પહેલાં આવેલા; પરંતુ આ વખતે મોટા સમુદાયમાં આવ્યા અને તેઓ પ્રથમ તળાજા પછી અનુક્રમે ઘોઘા, મહુવા, ઊના, દેલવાડા, પાટણ, વેરાવળ, માંગરોળ અને જૂનાગઢમાં વસ્યા. 1. જુઓ ગિરનારનાં જૈન મંદિરના સં. ૧૨૮૮ના શિલાલેખો. (હી. ઈ. ઓ. ગુજરાત ભા. 3 શ્રો. આચાર્ય) 2. વસ્તુપાળ-તેજપાળ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ભાઈઓ હતા. તેઓ અણહિલપુર પાટણમાં રહેતા અને જ્ઞાતિએ પ્રાગ્વાટ (રવાડ) વાણિયા હતા. વિરધવલના પ્રધાન ચાહો તેમનું નામ વીરપલવને સૂચવ્યું. ત્રણ લાખ કમની પુછ લઈ તેઓ તેની ચાકરીમાં રહ્યા. તે ચાકરી સ્વીકારતાં તેમણે એવી ખાતરી લીધી કે ભવિષ્યમાં રાજા કાપે તે પણ તેણે તેનું ધન 2
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy