SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 160 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાહ જયમલ કવિઓને આશ્રય દેનારો હતો, પરાક્રમી હતો અને તેણે અનેક વિજયે પ્રાપ્ત કર્યા હતા. સૌરાષ્ટ્ર દેશના રાજાઓએ તેને કીમતી નજરાણુ તથા બક્ષિસ આપી હતી. રાહ જયમલના દરબારમાં કવિઓ રહેતા. તેમનાં કાવ્યોમાં રાહ જયમલનું એક કાવ્ય “જયમલ-જશવર્ણન” લખ્યું છે? નાગર: ઈ. સ. ૧૨૧૬માં વડનગર ઉપર આક્રમણ થતાં અથવા કંઈ કારણ બનતાં ઘણાં નાગર કુટુંબ સૌરાષ્ટ્રમાં આવ્યાં. રાહે તેમને અધિકારે, જમીન, જાગીર આપ્યાં અને સૌરાષ્ટ્રમાં નાગર જ્ઞાતિનો કાયમી વસવાટ થયે. રાહ જયમલ ઈ. સ. ૧૨૩૦માં ગુજરી ગયે. વાજાના વહીવંચા મેવાડના બવાના બારહઠ સાગરદાનજીના ચોપડામાં લખ્યું છે કે અજના કંવરો સં. 1133 (ઇ. સ. ૧૧૭૭)માં થયો. એ હિસાબે આ ચડાઈ ઇ. સ. 11251150 વચમાં થઈ હોય. કનાજ ઇ. સ. ૧૧૯૪માં પડયું એ કથન સત્ય માનીએ તે અજ કાં તે જયચંદ્રની હયાતિમાં જ અહીં આવ્યા હોય અથવા તે શિયજીની હયાતિમાં આવ્યું હોય. શિયજી ઇ. સ. ૧૨૧૨માં હતો. બારોટ સાગરદાનજીના ચેપડા પ્રમાણે વીજજી સં. 1270 (ઇ. સ. ૧૨૧૪)માં પ્રભાસ આવ્યા. ત્યાં યાત્રા કરી ઊના આવી તેમણે ગાદી સ્થાપી. તે સમયે દિગંતમાં વાજાં વાગ્યાં. તેથી તે વાજા કહેવાયા. સારાં શુકન થતાં ઘોડે ચડી આગળ વધ્યા. ઘોડે દેવપ્રેરણાથી આગળ ચાલતાં ઝાંઝમેર પાસે અટક્યો. ત્યાં સુધીની ભૂમિ તેઓએ હસ્તગત કરી. * અપાર પરિશ્રમ છતાં આ પુસ્તક મળ્યું નથી. સંભવ છે કે તેમાં ઘણું ઐતિહાસિક હકીકતો ઉપલબ્ધ હશે. 2. આ ઈતિહાસમાં જોયું તેમ વૃદ્ધનગર–વડનગર કે આનંદનગરના વેદપાઠી અયાચક નાગર બ્રાહ્મણોને વલ્લભી રાજ્ય સાથે ગાઢ સંબંધ હતા. વલ્લભી રાજાઓએ તેમને અનેક દાન આપેલાં છે. શીલાદિત્યના મરણ પછી તેની રાણી પુષ્પાવતી પણ વડનગરના નાગરને ત્યાં રહી હતી, અને ડૉ. ભાંડારકર તો એટલે સુધી કહે છે કે ગુહા કે જે ચિતોડ વંશને સ્થાપક હતે તે નાગરને પુત્ર હતો અને દશ પેઢી સુધી તે રાજાઓ બ્રહ્મકમ કરતા. (ઉદયપુરકા ઇતિહાસ : શ્રી. ગૌ. હી. ઓઝા) मानंदपुर विनिर्गत विप्रकुलनंदना महीदेव : जयति श्री गुहदत्तप्रभव : श्री गुहिल वंशस्य // (આઈ. એ. વ. 36 પા. 161) એટલે વલ્લભી રાજાઓના સમયમાં નાગરે અહીં આવેલા. તે પછી વિશળદેવ ચૌહાણે (ઈ. સ. 1025-1650) વીસનગર વસાવ્યું ત્યારે નાગરે દાન ન લેતા. તેથી દગાથી પાનનાં બીડાંમાં ગામ આપ્યાં. જેમણે ભૂલથી લીધાં તેમને ગૃહસ્થોથી જુદા પાડી બ્રાહ્મણ કહ્યા. આ પ્રસંગ પછી પણ નાગરો આ દેશમાં આવ્યા. રાહ નવઘણના ઇ. સ. ૧૦૨૫ના મંત્રી શ્રીધર તથા મહીધર નાગર હતા.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy