SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ રજપૂત સમય 139 અપમાન સહન ન કરી શકયું. સિદ્ધરાજ તેને આવા ત્રાસ આપતે લઈ ચાલે. વઢવાણને પાદરે સિદ્ધરાજે મુકામ કર્યો. તેણે વડારણેને રાણકને સમજાવવા મોકલી. તેમણે સિદ્ધરાજના ઐશ્વર્યની, શક્તિની અને સંપત્તિની વાત કરી ત્યારે રાણકે આર્ય નારીને શેભે તે એક જ ઉત્તર આપે કે તેના ભવમાં એક પતિ થયે તે ભવેન ભવને પતિ હતે. અંતે રાણકે ભગવાને કાંઠે ચિતા રચાવી. પાષાણહદયી સિદ્ધરાજે અગ્નિ આપવામાં પણ કૃપણતા બતાવી. રાણકના સતના કારણે સ્વયં અગ્નિ પ્રગટ થયે અને સેરઠની રાણું રાણકના દેહને અગ્નિએ તેના પેટાળમાં સમાવી લીધેલ બળતી રાણકની અંતિમ પળે જ્યારે સ્વયં અગ્નિ પ્રગટયો ત્યારે આ નિય રાજાએ પાઘડી ઉતારી હાથ જોડયા. ત્યારે સતી રાણીએ કહ્યું “સિદ્ધરાજ, હિમ્મત હોય તે આવ ચિતામાં. આવતે ભવ તારી સ્ત્રી થવા તૈયાર છું.”ર સિદ્ધ રાજે તેની પામરી બળતી ચિતા ઉપર નાખી. તે રાણકે પાછી નાખી દીધી. બળતી સતીએ હાથ લાંબા કરી થાપા માર્યા તે ખેંગારના મહેલમાં પડયા. ભેગાવા પાસે રાણકે પાણી માગ્યું તે ન મળ્યું. તેથી શાપ દીધું કે “ભેગાવે સદા સૂકો રહે.” 1. પાપણને પલણે કો તે કૂવો ભરાવીએ, માણેરે મરતે, શરીરમાં શરણું વળે. (એક કથન પ્રમાણે સિદ્ધરાજે માથેરાને વઢવાણમાં ચિતા પાસે માર્યો અને તેનો મૃતદેહ કાગડા-કૂતરાંના ભક્ષ્ય માટે ફેંકાવી દીધો.) શ્રી. કનૈયાલાલ મુનશીએ તેમની નવલકથા “રાજાધિરાજ”માં વાતોને રસ જાળવવા ભાવ બૃહસ્પતિ પાસે રાણકનાં લગ્ન કરાવ્યાની કલ્પના ઊભી કરી છે. ભાવ નૃહસ્પતિ તે પછી ઘણાં વર્ષે આવ્યો. (શ્રી. હરિશંકર શાસ્ત્રકૃત “પરમ માહેશ્વર રાજા કુમારપાળ”) રાસમાળા ભાષાંતરમાં આ વિષયમાં એક દુહો પ્રસિદ્ધ થયો છે. તઈ ગડુઆ ગિરનાર, કાહુ મણિ મત્સરૂ ધરીઉ, મારીતા રાહ ખેંગાર એકક સિંહરૂ ન ઢાલીયું 2. વા વાયુ સવાઈ, વાયે વેળુ પરજળે, ઊભે ત્યાં સિદ્ધરાજ, સત જેવા સેરઠિયાણીનું. વારૂ શહેર વઢવાણ, ભાગોળે ભેગા વહે, ભગવતે ખેંગાર, તું ભણવ ભોગાવાધણી : આ દુહે સ્પષ્ટ રીતે ક્ષેપક છે. રાણકદેવી આટલા જુમો સહન કરી આ આશીર્વાદ આપે જ નહિ. તેના શબ્દ અને રચના પણ અર્વાચીન છે. 3. રાહને વંશ હજી ચાલે છે. સિદ્ધરાજ તેનાં પાપી કર્મોનાં કારણે નિઃસંતાન ગુજરી ગ. સિદ્ધરાજનાં વિજ, યશ અને કીર્તિ ઉપર આર્ય રાજાને શરમાવે તેવાં નિદા, ઘાતકી
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy