SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 138 સૌરાષ્ટ્રને ઇતિહાસ ક્ષત્રિયવટની યાદ આપી. * સિદ્ધરાજનું હદય પીગળ્યું નહિ. કઠોરહદયી કામાંધ અને નિ:સંતાન નિર્દય રાજા રાણકદેવીને પકડી પાટણ તરફ જવા રવાના થયે. જૂનાગઢ છેડતાં રાણકે રાહને યાદ કરી નિઃસહાય સ્થિતિમાં આંસુભરી આંખે અંજલિ આપી. સિદ્ધરાજે રાણકદેવી પ્રત્યે ક્રૂર વર્તન કર્યું અને આશા રાખી કે બીકે ધાકે અને ત્રાસે તે તેની ઈચ્છા પૂર્ણ કરશે. પણ તે નૂરજહાં ન હતી. રાણક ક્ષત્રિયની પુત્રી અને પત્ની હતી. ખેંગારની સ્મૃતિ તે ભૂલતી ન હતી ત્યારે સિદ્ધરાજ તેને રાહ ખેંગારના ધૂળમાં પડેલા મૃતદેહ પાસે લઈ ગયે. રેતી રાણકનું હૃદય આ માણેરા તું મ રેય, મકર આંખો રાતિયો, કુળમાં લાગે ખોટ, મરતાં મા ન સંભારિયે. સિદ્ધરાજે તે વખતે માણેને માર્યો નહિ, પણ પાછળથી તેને વધ કરાવ્યો. 2. લોકસાહિત્યમાં પ્રચલિત એવા કેટલાક દુહા આ રહ્યા. રાણકદેવીને જૂનાગઢથી પાટણ તરફ સિદ્ધરાજે લઈ જવા માંડી ત્યારે તે કહે છેરાહના ઘડાને જોઈને - તરવરિયા ખાર, હૈયું ન ફાટયું હંસલા, મરતાં રાહ ખેંગાર, ગામતરાં ગુજરાતનાં. મોર ટહુકો સાંભળી - કાંઉ ગર છે મોર, ગોખે ગરવાને ચડી, કાપી કાજળ કોર, પિંજર દાઝયો પાણીયે. ગિરનાર જઈને - ઊતર્યો ગઢ ગિરનાર, તનડું આવ્યું તળેટીએ, વળતાં બીજી વાર, દામો કુંડ નથી દેખો. ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે. મરતાં રાહ ખેંગાર, રંડાપો રાણકદેવીને. વિજેતાની આજ્ઞાથી ગોઝારા ગિરનાર, વળામણ વેરીને થયો. પાડી નાંખવામાં મરતાં રાહ ખેંગાર ખરેડી ખાંગ નવ થિયે, આવતી ગઢની મ પડ મુજ આધાર, ચોસલ કેણ ચડાવશે ? શિલાઓ પ્રત્યે:- ગયા ચડાવણહાર જીવતાં જાતર આવશે. ચંપાના ઝાડને :- ચંપા કાં તું મોરિયા, થડ મેલું અંગાર, (દેશળના પાતકને સાક્ષી) મહારે કળિયું માણિયું, માર્યો રાહ ખેંગાર. સ્વામી ઊઠે સૈન્ય લઈ, ખડગ ધરે ખેંગાર ! છત્રપતિએ છાઈઓ, ગઢ જૂને ગિરનાર. બાળું પાટણ દેશ, પાણી વિના પૂરા મરે, સર સોરઠ દેશ સાવજડાં સેંજળ પીએ. બાળું પાટણ દેશ, જીસે પટોળાં નીપજે સરો સેરઠ દેશ, લાખેણું મળે લેબડી. વાયે ફરકે મૂછડી, રેણુ ઝબૂકે દંત, જુઓ પટોળાંવાળીયું લેબેડીયાળીને કંથ, (રાહ ખેંગારને ઉદેશીને)
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy