SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (10) તેમ કરવા જતાં ગ્રંથને વિસ્તાર વધી જાત અને તેનું પ્રકાશન વિલંબમાં પડત તે ભય પણ દષ્ટિ સમક્ષ રાખવો પડે છે. તેમ છતાં આવા ગંભીર વિષયના આલેખનને આ માટે પ્રથમ અને નમ્ર પ્રયાસ છે. સૌરાષ્ટ્રને ઇતિહાસ ટાછવાયા ગ્રંથોમાં પડે છે. તેના કડીબદ્ધ ઇતિહાસની ખેટ ઇતિહાસના વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને લાગ્યા કરી છે, અને તે ઊણપ પૂરવા માટે આ પુસ્તક લખવાનું આવશ્યક જણાયું છે. અનેક ગ્રંથ, શિલાલેખો, તામ્રપત્રો, દસ્તાવેજો, હસ્તલિખિત ગ્રંથ, વાર્તાકારો, કવિઓ, બારોટો વગેરે પાસેથી પ્રાપ્ત કરેલ વિગતો માત્ર ફરીથી લખી છે. તેના આલેખનમાં, ભાષામાં, વિવરણમાં કે ચર્ચામાં અવશ્ય ઊણપ હશે જ અને કેટલીક ક્ષતિઓ પણ હશે જ; પ્રભુકૃપાથી બીજી આવૃત્તિ બહાર પાડવા અવસર પ્રાપ્ત થશે, તો તેમાં તે વિષયમાં મળેલાં સૂચનો અને માર્ગદર્શન સ્વીકારી, ક્ષતિઓ જરૂર સુધારી લેવા પ્રયત્ન કરીશ. આ પુસ્તક છેલ્લાં સોળ વર્ષથી જેમ જેમ સમય મળે, જેમ જેમ સાધન મળે, તેમ તેમ લખાતું રહ્યું છે, એટલે તેમાં રસક્ષતિ પણ થઈ છે. વ્યવસાયી જીવન, પૂરતા સમયને અભાવ, સાધનોની મુશ્કેલી અને એવાં બીજા અનેક કારણએ પણ કેટલીક ક્ષતિઓ રહેવા પામી છે; પણ તેમ થવાનું અનિવાર્ય હતું. બધી ઊણપ, ક્ષતિઓ અને અપૂર્ણતાઓ દષ્ટિમાં નહિ લેતાં, ઇતિહાસિક વિદ્વાનો અને વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરશે, તે હું મારી મહેનત સફળ થયેલી સમજીશ. - સૌરાષ્ટ્ર સંશોધન મંડળે આ પુસ્તકના પ્રકાશનની જવાબદારી ઉપાડી મને પ્રોત્સાહન આપ્યું છે. તે સંસ્થાના પ્રયત્ન સિવાય પ્રકાશન અસંભવ હતું. મંડળના પ્રમુખ શ્રી. જસ્ટીસ એમ. સી. શાહ, મંડળના મંત્રી શ્રી અમૃતલાલ લક્ષમીશકર સ્વાદિયા, શ્રી વેઠપ્રસાદ જોષીપુરા, શ્રી બાપુભાઈ બુચ, શ્રી. હરકાન્ત શુકલ વગેરે મુરબ્બી મિત્રોએ રસ લઈને આ કાર્યને સફળ બનાવી મને ઉપકૃત કર્યો છે. સૌરાષ્ટ્ર રાજ્યના મા. કેળવણી મંત્રી શ્રી. જાદવજીભાઈ મોદીએ મને પ્રારંભમાં આશીર્વાદ આપી, આ કાર્યમાં અંગત રસ લઈ તેમની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી પ્રેમપૂર્વક સમય મેળવી, આ પુસ્તકના પ્રકાશનમાં શક્ય એટલી તમામ સહાય આપી છે. સૌરાષ્ટ્ર ગ્રન્થોત્તેજક મંડળ સમિતિના સભ્ય, વિદ્યાધિકારી શ્રી. દામોદરલાલ શર્મા, શ્રી. ડોલરભાઈ માંકડ તથા શ્રી. બાબુભાઇ વૈદ્ય મંડળમાંથી આર્થિક સહાય આપી છે. તે સહુને હું ઋણી છું. અલિયાબાડાના શ્રી. દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયના મુખ્ય આચાર્ય મુ. ડોલરભાઈ માંકડે મને તેમના પુસ્તકાલયમાંથી દુષ્યાપ્ય અને મૂલ્યવાન પુસ્તકે વારવાર આપીને, આ કાર્યમાં પ્રેરણું આપીને તથા આ પુસ્તકને આમુખ લખીને જે ઉત્તેજન આપ્યું છે, તે માટે તે હું તેમનો જેટલે ઉપકાર માનું તેટલે ઓછો છે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy