SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વ્યવસાયી જીવનમાં સમયને અભાવ અંતરાય રૂપ બની રહ્યો. તેમ છતાં મૂળ પ્રતમાં સુધારાવધારા કરતાં કરતાં ઈ. સ. 1954 માં આ પુસ્તક લગભગ નવું જ લખાઈ ગયું. ઇતિહાસનું આલેખન અને નવલકથાનું લેખન એ ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. ઈતિહાસમાં સત્ય અને તે પણ નગ્ન સત્યનું સ્પષ્ટપણે, છતાં સંયમપૂર્વક આલેખન કરવાનું રહે છે. તેમાં વિચારે, કહ૫ના, મનસ્વી નિર્ણો અને યથેચ્છ વિધાને સ્થાન નથી. ભાષા ઉપર, કલમ ઉપર અને વિધાનના આલેખન ઉપર સંપૂર્ણ અંકુશ રાખવાનું આવશ્યક બને છે. ભાષાલાલિત્ય, શબ્દપ્રયોગ અને અલંકારનો ઉપયોગ કરવા જતાં કેટલીક ક્ષતિઓ અકારણ આવી જાય છે. વળી, વિગતવાર વર્ણને, ઝીણવટભર્યુ વસ્તુવિવરણ અને ન્યાયાખ્યાય કે સારાસારની ચર્ચા કરવા જતાં વિસ્તારભયને પણ ગણતરીમાં લેવો પડે છે. આ સમગ્ર કારણોના પરિણામ રૂપે આ પુસ્તકમાં, ભાષાની ઝલક, શબ્દલાલિત્ય કે કાવ્યમય અલંકારોની ઊણપ રહી જાય છે અને મારી નવલો, નવલિકાઓ કે નાટકમાં જે ભાષા લખાઈ છે તેનાથી આ પુસ્તકની ભાષા નિરાળી છે. તેમાં કદાચ જોશ, વિવિધતા કે બલની ઊણપ હશે; શબ્દપ્રયોગ અને અલંકારો દેખાશે નહિ અને તર્ક, કલ્પના અને કાવ્યમય વર્ણને કયાંય જણાશે નહિ, તે દેષ હું સ્વીકારું છું, પણ તે સાથે અંગત રીતે હું માનું છું કે ઇતિહાસના આલેખનમાં માત્ર નકર હકીકતનું આલેખન અને તે ૫ણ જેમ બને તેમ સાદી રીતે કરવાનું - ભૂતકાળમાં જીવી ગયેલાં પાત્રોને જાયે અજાણ્ય અન્યાય ન થઈ જાય તે માટે-હિતાવહ છે. આંગ્લ ઇતિહાસકારોએ, મુસ્લિમ તવારીખનશાએ, આધુનિક લેખકેએ પિતપોતાની શૈલીમાં ઈતિહાસ લખ્યા. ઇતિહાસના આલેખનની કઈ સર્વમાન્ય પદ્ધતિ નથી. અંગ્રેજોએ ઈતિહાસના ક્ષેત્રને ખૂબ ખેડ્યું છે. અને આજે આપણે ઈતિહાસના આલેખનની જે પદ્ધતિ સ્વીકૃત માનીએ છીએ, તે અંગ્રેજીમાંથી મેળવેલ છે. અંગ્રેજો સદીઓથી એક સ્વાધીન પ્રજા છે. વાણીસ્વાતંત્ર્ય અને લેખનસ્વાતંત્ર્ય તે ભોગવતી આવી છે અને તેમણે તેમના દેશને ઇતિહાસ મુક્ત હસ્તે મુક્ત માનસે અને મુક્ત વાતાવરણમાં લખે છે. ભારતને ઇતિહાસ તેઓએ શાસકેની દષ્ટિએ લખે અને તેમાં તેઓ પાસે વિપુલ સામગ્રી હતી, ગમે તેવા નિર્ણય લેવાની નિરંકશ વૃત્તિ હતી અને વિરોધ કે વિવાદને ભય ન હતા. મુસ્લિમ તવારીખનશાએ પણ તેમના રાકે અને આશ્રયદાતાઓની એથમાં રહી તવારીખો લખી છે. એટલે ઇતિહાસની રંગભૂમિ ઉપર ખેલતાં પાત્રોનાં કર્તવ્યો અને કૃત્ય માટે નિરંકુશપણે લખ્યું છે. જેઓ આજે આપણી સમક્ષ નથી, જેઓ સદીઓ પહેલાં આ પ્રદેશમાં આજે આપણે વસીએ છીએ તેમ વસી ગયાં છે અને તત્કાલીન નીતિના, જીવનના અને વ્યવહારના નિયમોને આધીન રહી તેમનાં જીવન જીવી ગયાં છે, તેઓને ન્યાય આજે આપણે આપણી દષ્ટિએ કરીએ તે પણ મને અનુચિત જણાય છે. પ્રત્યેક પાત્રના કૃત્યની વારંવાર ચર્ચા કરી નિર્ણય કરવાનું પણ તે જ કારણે વાસ્તવિક સ્થી અને તેથી જ આ પુસ્તકમાં અપવાદ સિવાય આવી ચર્ચા છોડી દેવામાં આવી છે, 3 પ્રકાશનનું ખર્ચ, વધુ પડતી થઈ જતી કિંમત અને વિસ્તારભયે પણ કેટલીક વસ્તુઓ જણવા છતાં તજી દેવાનું અનિવાર્ય બન્યું છે. કેટલાક વિદ્વાનોના આધારોની ચર્ચા પણ કરી શકાઈ હોત અને ભૂતકાળના ઇતિહાસકારોનાં કથને ઉપર વિવેચન પણ થઈ શકવું હોત, પણ
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy