SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 72 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. થાય. એક મેટા મેદાનમાં વિસ્તીર્ણ મંડપ તૈયાર કરી ત્યાં દસબાર દિવસ મહોત્સવ થતે અને રાત દિવસ વાત્ર વાગતાં. બારમે દહાડે એકઠા થયેલા લેકમાંથી ગમે તે ચાર માણસો ત્રીસ ચાળીસ હજાર લશ્કરમાં ઘુસી જઈ તંબુમાં બેઠેલા ઝામોરીનને મારવા જતા. એઓમાંથી રાજાને જે મારી શકતે તેને રાજ્ય મળતું. સને 1696 માં થયેલા સમારંભ વખતે હું હાજર હતા. આ સમારંભ કૅલિકટની દક્ષિણે ચાળીસ માઈલ ઉપર દરીઆ કિનારે પિનાની તાલુકામાં થયો હતો, અને એ પ્રસંગે માત્ર ત્રણ જ આસામીએ રાજાને મારવા ધસ્યા હતા. તેઓએ ઘણાને ઠાર માર્યો પણ આખરે પિતે જ કપાઈ મુઆ. એમાંના એકને ભત્રી પાસે જ હતા તે તરતજ દેડતે ઝામરીનના તંબુમાં ગયો અને તેના ઉપર તરવાર ઉગામી, પણ તે ચુકતાં રાજાના રક્ષકેએ તેને ઠાર કર્યો. આ વખતે તેપ વગેરેને અવાજ બે ત્રણ દહાડા લગી મેં સાંભળ્યો હતો.' કેરલમહાઓ અને કોલેસ્પત્તિ નામના મલબારના ઈતિહાસના બે ગ્રંથ, પહેલે સંસ્કૃતમાં અને બીજે મરાઠીમાં છે. ઉપરની હેમિલ્ટનની હકીકતમાં અને કેરલમાહામ્યમાં આપેલી સમારંભની હકીકતમાં એટલે જ ફેર છે કે માહામ્યમાં રાજાને મારી નાખવા બાબત કાંઈ નથી. તેમાં એટલું જ છે કે રાજાએ સ્વેચ્છાથી બાર વર્ષે રાજ્ય છોડી દેવું અને પ્રજાએ નો રાજા પસંદ કરી લે. મુંબઈના ગવર્નર જેનાધન નકને પણ આ ઉત્સવનું વર્ણન લખ્યું છે. ગુરૂ દર બાર વર્ષે પિતાની પ્રદક્ષિણા પુરી કરી પુષ્ય નક્ષત્રમાં આવતા ત્યારે આ સમારંભ થશે. તે વખતે પૂર્વની સઘળી વ્યવસ્થા રદ થતી અને તેને બદલે સઘળી નવી ગોઠવણ થતી. એ ઉત્સવ પિનાની તાલુકામાં તિરૂનાવાયી સ્થળે થતું. કેમ શક શરૂ થયા અગાઉ પેરૂમાલ રાજાઓને અમલ મલબારમાં ચાલતું હતું ત્યારે આ સમારંભ થવા માંડ્યું હતું. છેલ્લે રાજા ચરમાણ પેરૂમાલ મકકે જઈ મુસલમાન થઈ ગયા પછી ઉત્સવ ઉજવવા કાઈ મુખ્ય રાજા નહીં રહેવાથી તિરૂનાવાયી ગામ જે વલ્લવનાડ પરગણામાં હતું તેના * Transactions of the Bombay Literary Society.
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy