SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કાર વિજ્ઞાન પહ તેમની સૂકમ ગતિ તો ચાલુ જ રહેવાની અને જ્યારે કઈ ઉત્તેજક કારણ મળી આવશે ત્યારે તે પાછાં ફરીથી પ્રગટ સ્વરૂપ પણ ધારણ કરવાનાં. હવે અભ્યાસ અથવા અમુક મંત્રને પુનઃ પુનઃ ઉચ્ચાર કરવાનું રહસ્ય તમને સમજાયું હશે. આપણું મનની અંદર ધર્મના જે સંસ્કાર પડી રહેલા છે, તેને વિશેષરૂપે ઉત્તેજિત કરવામાં આ મંત્રોચ્ચાર બહુ જ સહાયતા આપે છે. “ક્ષણમપિ સજજનસંગતિરેકા, ભવતિભાવાર્ણવતરણે નૌકા.” અર્થાત “એક ક્ષણનો પણ સાધુ સમાગમ સે હૈય, તે તે ભવસાગર તરી જવાની નૌકા સમાન છે.” સત્સંગનું આવું અદ્ભુત સામર્થ્ય છે. બાહ્ય સત્સંગની જેવી અસર થાય છે, તેવી જ આંતરિક સત્સંગની પણ છે. કારને વારંવાર જપ અને તેના અર્થનું ચિંતન, ધ્યાન કરવું એ આંતરિક સાધુસંગ કરવા સમાન છે. ૩ કારને વારંવાર જપ કરે અને તેની સાથે સાથે તેને અર્થનું મનન કરે, એટલે તમારા દયમાં જ્ઞાનને પ્રકાશ પ્રકટી નીકળવાને અને આત્મભાનુ ઝળકી ઊઠવાને. પરંતુ કારના જાપ સાથે તેના અર્થનું પણ ચિંતવન કરવાની જરૂર છે. અસત્ પુરુષના સમાગમમાં ક્ષણવાર પણ આવતા નડિ; કારણ કે તમારા જૂના ઘાની જે નિશાનીઓ હજી તમારા મનમાં રહેલી છે, તે બહારથી રુઝાયેલ દેખાય છે, તે પણ અસત્સંગ રૂપી ઉત્તેજન મળતાં તે ઘા પાછા અસલના સ્વરૂપમાં તાજા થઈ જવાના. આ ઉદાહરણ ઉપરથી તમને સમજાયું હશે જ આપણું મનની અંદર જે ઉત્તમ
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy