________________
પ્રભુનું સ્મરણ કરવાથી શું શું લાભ થાય છે? અને તે શા માટે કરવું જોઈએ? વગેરે વિવેચન
મનુષ્યોએ રાત્રિના છેલ્લા પહોરે નિદ્રાને ત્યાગ કરવો જોઈએ. એટલું વહેલું ન ઉઠાય તે પાછલી ચાર ઘડી રાત રહે ત્યારે તે જરૂર જાગવું જોઈએ. વધારે સૂવું તે તો અજ્ઞાનને વધારનાર છે. આળસ–પ્રમાદ વધવાથી દારિદ્રવ્યતા પણ વધે છે. ખોરાક અને નિદ્રા જેટલા પ્રમાણમાં વધારીએ તેટલા પ્રમાણમાં વધે છે, અને ઓછા કરીએ તેટલાં ઓછાં થાય છે.
આંખમાં નિદ્રા ઊડી જતાં તરત જ પથારીમાં ને પથારીમાં જ નમસ્કારમંત્રનો જાપ કરે શરૂ કરી દે. આ વખતે શરીર કે વસ્ત્રો શુદ્ધ ન હોય તે પણ મનમાં જ હોઠ ન ચાલે તેવી રીતે નમસ્કારમંત્રનું સ્મરણ કરવું. જરા પણ પ્રમાદ ન કરો, કેમ કે નિદ્રા પૂરી થાય કે તરત જ નવકારમંત્ર ગણવામાં ન આવે તે બીજા વ્યર્થના વિચાર મનમાં પ્રવેશ કરી જાય.
તમને એ વાતની ખબર જ હશે કે કેરા વાસણોમાં જે વસ્તુ ભરવામાં આવે છે તેની વાસ તે વાસણમાં બેસી જાય છે. જે લસણ, ડુંગળી, હિંગ છે તેવી જ વસ્તુ કેરા વાસણમાં ભરી હોય તે પછી તે વસ્તુ કાઢી લીધા પછી પણ તે વાસણમાંથી તેની વાસ જતી નથી. એ જ પ્રમાણે જે તે વાસણમાં કેશર, બરાસ, કસ્તુરી કે તેવી જ વસ્તુ કઈ સારી વસ્તુ ભરી મૂકી હોય તો તે વસ્તુ કાઢી લીધા પછી પણ તેવી જ વાસ આવશે. એ જ ન્યાયે આપણે જ્યારે નિદ્રિત થયા હોઈએ ત્યારે આપણું મન નિદ્રા આવવાથી શાંત થઈ ગયું હોય છે. તે વખતે બીજા વિચારે સ્થિર થઈ ગયા કે દબાઈ ગયા હોય છે. એટલે મન કોરું થયા જેવું થઈ જાય છે. પાછા જયારે આપણે જાગૃત થઈએ છીએ ત્યારે તે ભૂલાઈ ગયેલા કે શાંત થયેલા વિચારે પાછા સ્મૃતિપટ પર તરી આવે છે,