________________
પ્રથમવૃત્તિની પ્રસ્તાવના મંત્ર વિજ્ઞાન અને સાધના રહસ્ય” આ પુસ્તક વિચાર રહસ્યના ચેથા ભાગ રૂપે પ્રકાશિત થાય છે. પહેલા ભાગમાં વિચારનું રહસ્ય બતાવીને એ સમજાવ્યું છે કે જીવ પામરમાંથી પ્રભુતા ભણી કેમ પગલાં માંડે છે. પોતાના વિચારથી જ માનવ ઉન્નત બને છે અને પોતાના વિચારથી જ પતન પામે છે. બીજા ભાગમાં એ બતાવ્યું છે કે અનેક પ્રકારના અશુભ વિચારોથી માનવને કેવા રે ગો. થાય છે અને કેવા વિચારોથી તે રોગમુક્ત બને છે. ત્રીજા ભાગમાં આધ્યાત્મિક ઉત્ક્રાનિત કરવાના વિચારોનું નિરૂપણ કરેલ છે. આમ છતાં ઘણું માનવોનું મન મૂઢ હોય છે તેઓ પિતાના વિચારોની ગતિને જાણી શકતા નથી, તો તેઓ તેને રચનાત્મક કાર્યોમાં પરિણત તે કેવી રીતે કરી શકે? એવા સામાન્ય માનવો માટે જ્ઞાનીજનોએ એ માર્ગ બતાવ્યો છે કે તેઓ પ્રભુના નામનું સ્મરણ કરીને મનને વિશુદ્ધ કરે તો તેના વિચારની ગતિને પ્રગતિ કરવા તે સમર્થ બને છે અને પ્રભુના નામનું સ્મરણ કરવાથી માનવીની અંતરશુદ્ધિ. સત્વર થાય છે. તેનું વર્ણન ચોથા ભાગમાં કરેલ છે.
અને પાંચમા ભાગમાં જેઓ ચાર ભાગમાં બતાવેલ સાધનો કરીને પ્રબુદ્ધ થયેલ છે તેના માટે પરમતિર્મય, પરમાત્મામય બનીને મોક્ષપદ પ્રાપ્તિ કરવાને રસ્તો બતાવેલ છે. આ પ્રમાણે આ પાંચ ભાગમાં પોતાના વિચારોની, ભાવની શુદ્ધિ કરીને સામાન્ય માનવમાંથી ક્રમિક અભ્યાસ દ્વારા પામરમાંથી પ્રભુતાભણી પ્રયાણ કરનાર માનવ એક દિવસે પોતાની આત્મશુદ્ધિ દ્વારા પરમાત્મપદને પામે છે, તેનું સચેટ વર્ણન કરવામાં આવેલ છે. માનવમાં જે સષપ્ત શકિત અપ્રગટપણે રહેલ છે તેને પ્રગટ કરવી તે જ માનવ માત્રનું પરમ કર્તવ્ય છે. આ કર્તવ્યનું વિવેચન પાંચ ભાગમાં બતાવેલ છે. જે ભવ્યાત્મા તેને અભ્યાસ દઢતા પૂર્વક ખંતથી કરશે તે અવશ્ય સિદ્ધિના સુખને ભક્તા બનશે.